Friday, April 19, 2024
Homeરાજ્યજામનગરજામનગરને બેટમાં ફેરવવામાં ગેરકાયદેસર દબાણોનો અમૂલ્ય ફાળો

જામનગરને બેટમાં ફેરવવામાં ગેરકાયદેસર દબાણોનો અમૂલ્ય ફાળો

- Advertisement -

- Advertisement -

રાજયના હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી સચોટ સાબીત થતી હોય તેમ ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. તેમાં પણ ખાસ કરીને રાજયના જામનગર શહેરની પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. શહેરના અનેક વિસ્તારોમાં છ થી સાત ફૂટ જેટલાં પાણી ભરાઇ જવાથી અસંખ્ય લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. આવી પરિસ્થિતિ સર્જાવા પાછળ શહેરના અનેક વિસ્તારોમાં ખડકાયેલા ગેરકાયદેસ દબાણોનો અમૂલ્ય ફાળો રહ્યો છે. જેના કારણે હજારો લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લાં 24 કલાકથી વરસી રહેલાં ભારે વરસાદના કારણે મોટા ભાગનો વિસ્તાર બેટમાં ફેરવાઇ થયો છે. તેમાં પણ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ગંભીર બની ગઇ છે. જિલ્લામાં થયેલી મેઘકહેરને કારણે 17 જેટલાં ડેમો ઓવરફલો થવાથી આ ડેમોના હેઠળ આવતાં નિચાણવાળા ગામના લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરવામાં આવી હતી. જયારે શહેરીજનો માટે પાણીના મુખ્યસ્ત્રોત એવા રણજીતસાગર ડેમ ઓવરફલો થવાથી આ ડેમનું પાણી રંગમતી-નાગમતી અને શહેરના અનેક વિસ્તારોમાં ઘુસી જવાથી રહેણાંક મકાનોમાં સાતથી આઠ ફૂટ જેટલું પાણી ભરાઇ ગયું હતું. જેના કારણે શહેરના અસંખ્ય વિસ્તારો બેટમાં ફેરવાઇ ગયા હતાં. અને હજારો લોકો પાણી ભરાઇ જવાના કારણે મૂશ્કેલીમાં મૂકાઇ ગયા હતાં. આવી કપરી પરિસ્થિતિમાં તંત્ર દ્વારા 1100 જેટલાં લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતાં.

શહેરના અનેક વિસ્તારો બેટમાં ફેરવવા પાછળનું મુખ્ય કારણ અનેક વિસ્તારોમાં આડેધડ ખડકાયેલા ગેરકાયદેસર દબાણો રહેલા છે. જેના કારણે નદીના પાણીનો પ્રવાહ તેનો વિસ્તાર વધારતો જાય છે અને જુદાં જુદાં વિસ્તારોમાં પાણી ભરાવાની ફરિયાદો વધતી જાય છે. આવા દબાણો આડેઘડ ખડકાવા પાછળ અનેક કારણો જવાબદાર છે. નદીના પટ્ટના અનેક વિસ્તારોમાં આડેધડ બાંધકામો ચણી દેવામાં આવ્યા છે. આવા બાંધકામોને કારણે નદીના પાણીનો પ્રવાહ તેની જગ્યા બનાવી લ્યે છે અને નવા નવા વિસ્તારોમાં પાણી ભરાવવાની સમસ્યાઓ સર્જાતી જાય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular