Homeરાજ્યજામનગરજામ્યુકો મિલકતવેરા શાખા દ્વારા બાકી વેરાને લઇ વધુ પાંચ મિલકતો સીલ -...

જામ્યુકો મિલકતવેરા શાખા દ્વારા બાકી વેરાને લઇ વધુ પાંચ મિલકતો સીલ – VIDEO

જામનગર મહાનગરપાલિકા દ્વારા બાકી મિલકતવેરાને લઇ વેરા વસૂલાત ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ દરમ્યાન વધુ પાંચ મિલકતોને સીલ કરવામાં આવી છે. જ્યારે ત્રણ મિલકતધારકો પાસેથી કુલ રૂા. 6,38,449ના ડ્યૂ ડેટના ચેક લેવામાં આવ્યા હતાં.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા કમિશનર દીપેશ કેડિયાની સૂચના અને આસિ. કમિશનર (ટેક્સ) જીજ્ઞેશ નિર્મળના માર્ગદર્શન હેઠળ મિલકત વેરા શાખા દ્વારા વેરા વસૂલાત ઝુંબેશ હાથ ધરી છે. તા. 31-03-2026 સુધીનો મિલકતવેરો ન ભરનાર મિલકતધારકોને નિયમોનુસાર વોરન્ટ તથા અનુસૂચિની બજવણી કરવા છતાં પણ મિલકતવેરો ન ભરનાર બાકીદારોની તારીખ 26 થી 28 દરમ્યાન કુલ 41 મિલકતોની સ્થળ મુલાકાત કરવામાં આવી હતી. જેમાં ગુમાનસિંહ જેઠવાનો કુલ રૂા. 2,73,832; જગાભાઇ કારૂભાઇ કરંગિયાનો રૂા. 1,18,795; દેવાણંદ પુંજા ગાગિયાના રૂા. 1,49,010; ભીમશીભાઇ લક્ષ્મણભાઇ આહિરના રૂા. 1,31,005; પરસોત્તમભાઇ હરજીભાઇ અજુડિયાના રૂા. 1,36,574ના બાકીવેરાને લઇ મિલકતો સીલ કરવામાં આવી હતી.

- Advertisement -

આ ઉપરાંત ધનજી મહારાજ, વ્રજનગર હોલ રૂા. 4,01,076 તથા કાયાભાઇ સવજણભાઇ ગઢવી (સોનલ કૃપા પ્રોવિઝન સ્ટોર્સ)એ રૂા. 1,11,658 અને મનસુખભાઇ ગોરધનભાઇ (આશાપુરા પ્રોવિઝન સ્ટોર્સ)એ રૂા. 1,25,715ની રકમના ડ્યૂ ડેટના ચેક આપ્યા હતાં. જામનગર મહાનગરપાલિકા દ્વારા હજુ પણ આ કામગીરી ચાલુ રાખવામાં આવશે. જેમાં મિલકતવેરો ભરપાઇ ન કરનાર આસામીઓની મિલકતો સીલ કરવામાં આવશે અને નળ કનેક્શન કાપવાની કામગીરી કરવામાં આવશે. આથી મિલકતવેરો બાકી હોય તેવા આસામીઓએ તેમનો મિલકતવેરો ભરપાઇ કરવા તાકિદ કરાઇ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular