જામનગર શહેરના રામેશ્ર્વરનગર કે.પી. શાહની વાડી વિસ્તારમાં રહેતાં વૃદ્ધે મંગળવારે સવારના સમયે બાવરીવાસ નજીક આવેલા રેલવે ટે્રક પરથી પસાર થતી ટ્રેન હેઠળ આવી જતાં મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના રામેશ્વરનગર કે.પી. શાહની વાડી બ્લોક નં.271/1 માં રહેતાં ઘનશ્યામસિંહ નટુભા વાઘેલા (ઉ.વ.61) નામના વૃદ્ધ મંગળવારે વહેલીસવારના સમયે બાવરીવાસ નજીક આવેલા રેલવે ટ્રેક પરથી પસાર થતી ટ્રેન હેઠળ અકસ્માતે આવી જતાં શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. જેથી વૃધ્ધનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતા હેકો એચ.એ. પરમાર તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતકના પુત્ર ભરતસિંહના નિવેદનના આધારે મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.