Friday, April 19, 2024
Homeરાષ્ટ્રીયહવે એક મિસ્ડકોલથી જાણી શકાશે તમારા PF એકાઉન્ટની બેલેન્સ

હવે એક મિસ્ડકોલથી જાણી શકાશે તમારા PF એકાઉન્ટની બેલેન્સ

PF એકાઉન્ટમાં રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી 011-22901406 પર મિસ કોલ કરવો પડશે

- Advertisement -

મુશ્કેલ સમયમાં હંમેશાં લોકો પોતાના પ્રોવિડન્ટ ફંડમાંથી પૈસા ઉપાડ છે. કોરોનાકાળ દરમિયાન ઘણા લોકોએ તેમની નોકરી ગુમાવી દીધી છે ત્યારે તમે જોયું હશે કે મોટાભાગના લોકોએ તેમના PF ફંડમાંથી પૈસા ઉપાડ્યા હતા. પરંતુ ઘણા લોકો એવા પણ છે કે જેમને તેમના PF અકાઉન્ટને લઈને ખાસ જાણકારી નથી હોતી.

- Advertisement -

નોકરી કરતા દરેક કર્મચારી અને કંપનીએ PF ની રકમ EPFO માં જમા કરાવવાની હોય છે. દર મહિને તમારી સેલરીમાંથી કટ કરવામાં આવતી રકમને મોટાભાગના કર્મચારી રિટાયર્મેન્ટ બાદ લેતા હોય છે. પરંતુ નોકરી બદલતી વખતે અથવા EPF ના પૈસા ટ્રાન્સફર કરતા સમયે લોકોને ખબર નથી હોતી કે તેમના ખાતામાં કેટલા પૈસા છે. ત્યારે નવા નાણાકીય વર્ષમાં ઘણા ફેરફાર થાય છે, જેમાં તમારે તમારું PF બેલેન્સ પણ ચેક કરવું જોઈએ. PF ચેક કરવાની ઘણી રીત છે. તેમાંથી એક રીત મિસ કોલ છે. તેના માટે EPFOએ નંબર જાહેર કર્યો છે. તે સિવાય ઓનલાઈન અથવા SMS થી પણ PFની રકમ વિશે જાણકારી મેળવી શકાય છે.

તમે માત્ર એક મિસ કોલ કરીને તમારૂં PF બેલેન્સ જાણી શકો છો. તેના માટે તમારે PF અકાઉન્ટમાં રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી 011-22901406 પર મિસ કોલ કરવો પડશે. ત્યારબાદ તમને એક મેસેજ આવશે જેમાં તમારા અકાઉન્ટમાં રહેલા PF ના પૈસાની જાણકારી મળશે. મેસેજમાં PF Number, નામ, જન્મ તારીખ, EPF બેલેન્સની સાથે છેલ્લી જમા રકમ પણ જણાવવામાં આવે છે. SMS દ્વારા EPF બેલેન્સ ચેક કરવા માટે તમારે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી 7738299899 પર મેસેજ કરવાનો રહેશે. EPF ને EPFOHO UAN ENG લખીને 7738299899 નંબર પર મેસેજ કરવાનો રહેશે. ENG ના પહેલા ત્રણ કેરેક્ટર એ દર્શાવે છે કે તમને ભાષામાં માહિતી જોઈએ છે. મેસેજની સુવિધા અંગ્રેજીની સાથે હિન્દી, પંજાબી, ગુજરાતી, મરાઠી, કન્નડ, તેલુગુ, તમિલ, મલયાલમ અને બંગાળી ભાષામાં પણ ઉપલબ્ધ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular