Friday, April 19, 2024
Homeરાષ્ટ્રીયઇજાના મુદ્દે બંગાળમાં ડ્રામાબાજીનો માહોલ

ઇજાના મુદ્દે બંગાળમાં ડ્રામાબાજીનો માહોલ

ભાજપા-કોંગ્રેસએ બનાવના વીડિયો ફૂટેજ જાહેર કરવાની માંગ કરી

- Advertisement -

પશ્ચિમ બંગાળની ચૂંટણી પહેલા મુખ્યમંત્રી મમતા બેનર્જીને ઈજા થયા બાદ માહોલમાં નાટકીય વળાંક આવ્યો છે. ભાજપ-કોંગ્રેસ અને તૃણમૂલ વચ્ચે આરોપ પ્રત્યારોપના દૌર વચ્ચે મમતા બેનર્જીની પાર્ટીએ 1ર માર્ચથી રાજ્યભરમાં વિરોધ પ્રદર્શનનું એલાન કરી વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી શાહ પર નિશાનો સાધી મુખ્યમંત્રી સારવાર હેઠળ હોવા છતાં ખબરઅંતર પણ પૂછયા ન હોવાનો આરોપ લગાવ્યો છે.

- Advertisement -

તૃણમૂલ કોંગ્રેસે ગુરૂવારે એલાન કર્યુ કે મુખ્યમંત્રી મમતા બેનર્જી ને થયેલી ઈજાના વિરોધમાં શુક્રવારથી રાજ્યભરમાં પ્રદર્શન યોજવામાં આવશે. દરમિયાન ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ મમતા બેનર્જી ચૂંટણી જીતવા રાજકીય નાટક કરી રહ્યાનો આરોપ લગાવ્યો છે. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ સહિતનું પ્રતિનિધિ મંડળ ચૂંટણી પંચને ફરિયાદ કરવા દોડી ગયું હતું. તો ભાજપે પણ હુમલાની વાતનું જૂઠાણું ફેલાવવાના આરોપમાં ચૂંટણી પંચને ફરિયાદ કરવા નિર્ણય લીધો છે.

મમતાને ઈજા પહોંચી તે વખતનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં મમતા ખુલ્લા દરવાજા સાથે કારમાં લોકોનું અભિવાદન કરતાં અને આસપાસ સુરક્ષાકર્મીઓ હોવાનું જોવા મળે છે. પ્રત્યક્ષદર્શી સુમન મૈતી અને ચિતરંજન દાસે હુમલો થયાનો ઈન્કાર કરી રસ્તા પર એક થાંભલામાં લાગેલું બોર્ડ અથડાતા કારનો દરવાજો આપમેળે બંધ થઈ ગયાનો અને તેથી મમતાને પગમાં ઈજા થયાનો દાવો કર્યો હતો. ભાજપના નેતા રૂપા ગાંગુલીએ કહ્યું કે આટલી ભીડમાં કારમાંથી નિકળવું સરળ નથી હોતુ. સંભવત: બેલેન્સ ન જળવાતાં તેમને ઈજા થઈ હશે પરંતુ તેના પર સહાનુભૂતિ મેળવવા રાજનીતિ ન થવી જોઈએ. ભાજપ નેતા કૈલાશ વિજયવર્ગીયે માગ કરી કે ચૂંટણી પંચ બનાવ વખતનો વીડિયો જાહેર કરે. આટલી પોલીસ સાથે હતી અને 4 લોકો હુમલો કરીને ચાલ્યા ગયા ? કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે જો ષડયંત્ર લાગતું હોય તો સીબીઆઈ, સીઆઈડી બોલાવો. બહાનુ બનાવીને મમતા બેનર્જી લોકોની સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. સીસીટીવી ફૂટેજથી સત્ય સામે આવી જશે.

- Advertisement -

નંદીગ્રામમાં મમતાએ હંગામી રીતે લીધેલા ઘરની બહાર રાતોરાત દિવાલો ઉપર વિવિધ સ્લોગન લખી નાખવામાં આવ્યા છે જેમાં લખાયુ છે કે મમતાનો પગ નહીં પણ મન તૂટી ગયું છે એટલે પાછા ચાલ્યા ગયા. કાલીઘાટની આ મૈના સાચી વાત બોલતી નથી.

બીજીતરફ ભાજપના નેતા તથાગત રોય અને શમિક ભટ્ટાચાર્ય મમતાના ખબરઅંતર પૂછવા હોસ્પિટલ ગયા હતા. સારવાર કરી રહેલા ડોકટરા અનુસાર મમતા બેનર્જીને મમતાને ડાબા પગમાં પ્લાસ્ટર આવ્યું છે. કાંડા, ડોક, પગના પંજા-ઘૂટીમાં ઈજા છે અને દોઢ મહિનો આરામ કરવા સલાહ અપાઈ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular