Friday, April 19, 2024
Homeરાષ્ટ્રીયહવે ભારતમાં દેશી ઇ-કોમર્સ પ્લેટફોર્મ

હવે ભારતમાં દેશી ઇ-કોમર્સ પ્લેટફોર્મ

એમેઝોન-ફલીપકાર્ટને ટકકર આપવા દેશનાં વેપારીઓએ ‘જેવા સાથે તેવા’નો નુસખો અજમાવ્યો

- Advertisement -

ભારતમાં ઓનલાઈન શોપિંગ માટે હવે એમેઝોન, ફિલ્પકાર્ટ સિવાય વધુ એક મોટુ પોર્ટલ ઉપલબ્ધ થયુ છે. ટોચની ઈ કોમર્સ કંપનીઓને ટક્કર આપવા દેશી ભારત ઈ માર્કેટ મોબાઈલ એપ લોન્ચ કરવામાં આવી છે. એવો દાવો કરાયો છે કે આ પ્લેટફોર્મ પર સૌથી સસ્તા દરે સામાન અને સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

- Advertisement -

આશરે 8 કરોડ વેપારીઓના બનેલા સંગઠન કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (સીએઆઈટી) એ વેન્ડર મોબાઈલ એપ્લીકેશન ભારત ઈ માર્કેટ ગુરુવારે દિલ્હીમાં લોન્ચ કરી હતી. જે સીધી રીતે એમેઝોન અને ફિલપકાર્ટને ટક્કર આપશે. તે સંપૂર્ણ રીતે સ્વદેશી ઈ કોમર્સ પ્લેટફોર્મ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વોકલ ફોર લોકલ વિઝન પર આધારીત આ પ્લેટફોર્મ અંગે સીએઆઈટીએ દાવો કર્યો છે કે ડિસેમ્બર 2021 સુધીમાં તેમાં 7 લાખ ટ્રેડર્સ જોડવાનો અંદાજ છે અને ડિસેમ્બર 2023 સુધીમાં તેમાં 1 કરોડ ટ્રેડર્સ જોડાઈ જશે. આવુ થતાં જ તે દુનિયાનું સૌથી મોટુ ઈ કોમર્સ પ્લેટફોર્મ બની જશે. આ દેશી મોબાઈલ એપની હરિફાઈ વિશ્વની ટોચની ઈ કોમર્સ કંપનીઓ એમેઝોન, ફિલ્પકાર્ટ અને અલીબાબા સાથે થશે. આ પોર્ટલ પર વેપારીથી વેપારી અને વેપારીથી ગ્રાહક વચ્ચે માલનું ખરીદ-વેચાણ કરી શકાશે. ભારત ઈ માર્કેટ પર પોતાની ઈ દુકાન ખોલવા વ્યક્તિએ મોબાઈલ એપથી સૌપ્રથમ રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ખાસ બાબત એ છે કે તેમાં નોંધાયેલી કોઈ માહિતી વિદેશ નહીં જાય કારણ કે આ સંપૂર્ણ સ્વદેશી એપ છે. કોઈ પણ વિદેશી ફંડને આ પ્લેટફોર્મ પર સ્વીકારવામાં નહીં આવે. કોઈ પણ વેપારી મેડ ઈન ચાઈના માલ અહીં નહીં વેંચે. દેશના વિવિધ ભાગોમાં ફેલાયેલા વેપારીઓ, કારીગરો, શિલ્પકારો, ઉત્પાદકોને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય બજાર ઉપલબ્ધ થશે. આ પોર્ટલ પર કારોબારમાં કોઈ કમિશન વસૂલવામાં નહીં આવે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular