Friday, September 22, 2023
Homeરાજ્યજામનગરખંભાળિયામાં રસ્તે રઝળતા શ્વાનનો આતંક: પાંચ લોકોને બચકા ભર્યા

ખંભાળિયામાં રસ્તે રઝળતા શ્વાનનો આતંક: પાંચ લોકોને બચકા ભર્યા

- Advertisement -

ખંભાળિયા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રખડું કૂતરાઓનો ત્રાસ વધતો જતો હોવાનું જોવા મળી રહ્યું છે. શહેરના માર્ગો તેમજ ગલીઓમાં રખડતા કુતરાના કારણે લોકોમાં ભયનો માહોલ પ્રસરી રહ્યો છે. તે વચ્ચે એવા જોધપુર ગેઈટ વિસ્તારમાં એક શ્ર્વાને પાંચ જેટલા લોકોને બચકા ભરી ગંભીર ઇજાઓ પહોંચાડી હોવાનું જાણવા મળ્યું છે. જે પૈકી બે વ્યક્તિઓને વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

- Advertisement -

રસ્તે રખડતા શ્ર્વાનના આતંકથી આ વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે નગરપાલિકા તંત્ર દ્વારા આવા શ્ર્વાનને પકડી અને લોકોને ભયમાંથી મુક્ત કરાવવા જોઈએ તે બાબતને ઈચ્છનીય ગણવામાં આવે છે. અત્રે ઉલ્લેખનિય છે કે શહેરના શહેર માર્ગો પર આખલા, ખૂટીયા, ગાયના ડેરા-તંબુએ વાહન ચાલકોને મુશ્કેલીમાં મૂક્યા છે, ત્યારે હવે કૂતરાઓના વધતા આતંકથી લોકોમાં ભય સાથે રોષની લાગણી જોવા મળી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular