ટંકારા પોલીસ દ્વારા 15 દિવસનો સુરક્ષાસેતુ મહિલા સ્વરક્ષણ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો સમાપન સમારોહ યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓ તથા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ, મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીની સૂચના મુજબ મહિલા અને બાળકો વિરૂધ્ધ બનતા બનાવો અટકાવવા સૂચના આપી હોય જેથી વાંકાનેરના નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ. સારડાના માર્ગદર્શન હેઠળ પી.આઇ. કે.એમ. છાશિયા દ્વારા મહિલા અને બાળાઓને સુરક્ષા સેતુ સોસાયટી હેઠળ ટંકારા ઓરપેટ ક્ધયા વિદ્યાલય ખાતે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. 15 દિવસની તાલીમ, સ્વરક્ષણ ટેકનિક તથા કરાટેની તાલીમ આપવામાં આવી હતી. જેનો સમાપન સમારોહ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરિયા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલ હતા. નાયબ પોલીસ અધિક્ષક એચ.એસ. સારડાના અધ્યક્ષસ્થાને આ કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું હતું. ટંકારાના જિલ્લા પંચાયતના સદસ્ય અશોકભાઇ ચાવડા, તાલુકા પંચાયત પ્રમુખ અરિવંદભાઇ માંડવીયા, કિરીટભાઇ અદરપા, જીતેન્દ્રભાઇ ગોસરા, સદસ્ય સલીમ અબ્રાણી, બાલાશ્રમના પ્રભુભાઇ કડીવાર, ઓરપેટ ક્ધયા વિદ્યાલયના ગોપાલભાઇ રતનપરા, ઉદ્યોગપતિ અશ્ર્વિનભાઇ ભટાસણા, રાજુભાઇ સવસાણી, બળવંતભાઇ દેત્રોજા, રસિકભાઇ દુબરીયા, સામાજિક અગ્રણીઓ રિટાયર્ડ આર્મીમેન, ટંકારાની શાળાના પ્રિન્સીપાલો, પોલીસ ટંકારાના ભાઇઓ-બહેનો ગાયત્રી શાળા અને ઓરપેટ ક્ધયા વિદ્યાલયની બાળાઓ સહિતના ઉપસ્થિત રહયા હતા.
કાર્યક્રમમાં ઓરપેટ ક્ધયા વિદ્યાલયની દિકરીઓ દ્વારા કરાટે, ટેકનિકના વિવિધ ડેમો રજૂ કરાયા હતા. તેમજ સ્વરક્ષણમાં દુપટ્ટાનો ઉપયોગ કેમ કરવો તે લાઇવ ડેમો આપી સમજાવવામાં આવ્યા હતા. પોલીસ બાલ્યાવસ્થામાં મા-બાપ પરિવારની છત્ર છાયા ગુમાવી દીધેલા બાળકોને તેમણી માગણી મુજબ શાળા બેગ અને કીટ હાજર મહાનુભાવોના હસ્તે અર્પણ કરી ટંકારા પોલીસ દ્વારા સંવેદના વ્યકત કરાઇ હતી.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓને મોડેલ પોલીસ તરીકે ટંકારા પોલીસ સ્ટેશનની મુલાકાત કરાવી પોલીસ સ્ટેશનની કામગીરીથી માહિતીગાર કરાયા આ ઉપરાંત પોલીસ હેડકવાર્ટર દ્વારા પોલીસ હથિયારનું પ્રદર્શન યોજાયું હતું. જેમાં પી.આઇ. એસ.એમ. ચૌહાણ દ્વારા ડેમો આપી તમામ હથિયારની માહિતી અપાઇ હતી. ‘સી’ ટીમની કામગીરી વિશે મહિલા પીઆઇ પી.એચ. લગધીરકા દ્વારા તેમજ ટ્રાફિક પી.આઇ. એચ.વી. ઘેલા દ્વારા ટ્રાફિકના નિયમો અને નવા કાયદાઓ વિશે માહિતી અપાઇ હતી. સાયબર ટીમ દ્વારા સાયબર ક્રાઇમના બનાવો અટકાવવા માટે માહિતી અપાઇ હતી. કાર્યક્રમનું પ્રથમ વખત એનસીસીના બાળાઓ દ્વારા પરેડ યોજાઇ હતી. જેને ઉપસ્થિત લોકોએ તાળીઓથી વધાવી ઉત્સાહ વધાર્યો હતો. કાર્યક્રમના અંતે ચા-નાસ્તાની વ્યવસ્થા કરાઇ હતી.