જામનગરમાં રંગમતી-નાગમતી નદી પર અંદાજે રૂ.600 કરોડના ખર્ચે રીવરફ્રન્ટ બનાવવાની માટે સર્વેની કામગીરી શરુ કરવામાં આવી. મનપાની 20 ટુકડી દ્વારા કામગીરી કરવામા આવી. સર્વેની કાર્યવાહી સપ્તાહથી વધુ ચાલશે. દબાણકર્તાઓને નોટીસ આપી દબાણો દૂર કરવામાં આવશે. રિવરફ્રન્ટની જગ્યામાં ખડકાયેલા દબાણનો સર્વે કરીને ટૂંક સમયમાં જગ્યા ખાલી કરી દેવા માટેની આખરી નોટિસ પાઠવવામાં આવશે.
