Saturday, April 20, 2024
Homeરાજ્યજામનગરપરિવારજનોએ આઇટીઆઇમાં ફોર્મ ભરવાની ના પાડતાં યુવતીની આત્મહત્યા

પરિવારજનોએ આઇટીઆઇમાં ફોર્મ ભરવાની ના પાડતાં યુવતીની આત્મહત્યા

જામનગરના ઇન્દિરા કોલોની વિસ્તારમાં બનાવ : જામનગરમાં બેશુધ્ધ થઇ જતાં યુવાનનું મોત : પટેલ કોલોનીમાં નિંદ્રાધિન પ્રૌઢનું બેશુધ્ધ થઇ જવાથી મૃત્યુ

- Advertisement -


જામનગર શહેરમાં ઇન્દિરા કોલોની વિસ્તારમાં રહેતી યુવતીને તેમના પરિવારજનોએ આઇટીઆઇમાં ફોમ ભરવાની ના પાડતાં મનમાં લાગી આવતાં તેના ઘરે પંખાના પાઇપમાં ચુંદડી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.જામનગરના સમર્પણ રોડ પર આવેલા વિસ્તાર પર રહેતાં યુવાનને ગેસની તકલીફના કારણે બેશુધ્ધ થઇ જતાં મૃત્યુ થયું હતું. જામનગર શહેરના પટેલ કોલોની વિસ્તારમાં રહેતા પ્રૌઢ નિંદ્રાધિન હાલતમાં બેશુધ્ધ થઇ જતાં મોત નિપજયું હતું.

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં ન્યૂ ઇન્દિરા કોલોની શેરી નં.7માં રહેતી આશાબેન મહેશભાઇ વઘેરા(ઉ.વ.19) નામની યુવતીને આઇટીઆઇમાં ફોર્મ ભરવું હતું. પરંતુ તેણીના પરિવારજનોએ આઇટીઆઇમાં ફોર્મ ભરવાની ના પાડતાં મનમાં લાગી આવતાં રવિવારે બપોરના સમયે તેણીના ઘરે પંખાના પાઇપમાં ચુંદડી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.આ અંગેની અમીત વઘેરા દ્વારા જાણ કરતાં હેકો. એ.એન.નિમાવત તથા સ્ટાફે ઘટના સ્થળે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.

જામનગર શહેરમાં સમર્પણ રોડ પર આવેલાં જે.કે.ટાવર બિલ્ડીંગના ગ્રાઉન્ડમાં રહેતાં મુકેશ રમેશ ડાભી(ઉ.વ.25) નામના યુવાનને રાત્રીના સમયે ગેસની તકલીફને કારણે બે શુધ્ધ થઇ જતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જયાં તેનું મોત નિપજયાનું તબિબોએ જાહેર કર્યું હતું. જેના આધારે એએસઆઇ એ.બી.ચાવડા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જામનગર શહેરના પટેલ કોલોની શેરી નં.1માં આવેલાં માધવ એપાર્ટમેન્ટમાં રહેતાં અને બેંકમાં નોકરી કરતાં ખેંગારજીભાઇ લક્ષ્મણજી જાડેજા(ઉ.વ.55) નામના પ્રૌઢ રાત્રીના નિંદ્રાધિન હતાં અને શનિવારે સવારે ઉઠાડવા છતાં ન ઉઠતાં બે શુધ્ધ હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જયાં તેમનું મોત નિપજયું હતું. આ અંગેની વિશ્ર્વજીતસિંહ દ્વારા જાણ કરાતાં એએસઆઇ એ.બી.ચાવડા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular