જામનગર શહેરમાં પટેલ કોલોની શેરી નં.9ના છેડે આવેલા વિસ્તારમાં રહેતી યૂવતિએ તેણીના ઘરે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગરના પટેલ કોલોની શેરી નં.9ના છેડે આવેલા વિસ્તારમાં રહેતી ડિમ્પલબેન વિનુભાઇ આસોડિયા (ઉ.વ.21) નામની યુવતિએ આજે બપોરના સમયે તેણીના ઘરે ગળેફાંસો ખાઇ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ અંગેની જાણ થતાં 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે પહોંચીને તપાસતા યુવતીનું મોત નિપજ્યું હોવાથી આ અંગે પોલીસમાં જાણ કરી હતી. જેથી પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને મૃતદેહનો કબજો સંભાળી પીએમ માટે મોકલી તપાસ હાથ ધરતા “આમા કોઇનો વાંક નથી મારા ઘરના કે કોઇનો વાંક નથી હુ મારા મનથી મારી જીંદગી છોડુ છું કોઇને હેરાન ના કરતા નકર મારો જીવ નઇ જાઇ મે મારા મનથી મારી જીંદગી છોડુ છું. લી- ડિમ્પલ” લખેલી સ્યૂસાઇટ નોટ મળી આવતા પોલીસે કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.