Sunday, April 11, 2021
Homeરાજ્યજામનગરજામનગરમાં વ્યાજખોરોના ત્રાસથી યુવાનનો આપઘાતનો પ્રયાસ

જામનગરમાં વ્યાજખોરોના ત્રાસથી યુવાનનો આપઘાતનો પ્રયાસ

વ્યાજખોરો દ્વારા અવાર-નવાર અપાતી ધમકીથી ત્રાસી ગયો : સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડાયો : પોલીસ દ્વારા તપાસ

- Advertisement -

જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં રહેતા યુવાને લોકડાઉનના કપરા સમયમાં વ્યાજે લીધેલી રકમ માટે વ્યાજખોરો દ્વારા અવાર-નવાર અપાતી ધમકીથી ત્રાસી જઈ પાંચ સંતાનોના પિતાએ દવા ગટગટાવી આપઘાતો પ્રયાસ કર્યો હતો.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના ગુલાબનગર પાસેની સિન્ડીકેટ સોાસયટી, કોમ્યુનિટી હોલ પાછળના વિસ્તારમાં રહેતા અને રીક્ષા ચલાવતા વલ્લભ ગોરધનભાઈ નકુમ નામના યુવાને લોકડાઉનના કપરા સમયમાં વ્યાજે નાણાં લીધા હતાં અને આ નાણાંની ઉઘરાણી માટે વ્યાજખોરો દ્વારા અવાર-નવાર અપાતી ધમકીના ત્રાસથી કંટાળીને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે યુવાનને જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં આ અંગેની જાણ થતા પોલીસે આ મામલે તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular