Monday, May 4, 2026
Homeરાજ્યજામનગરધોરણ 12ના પરિણામમાં મેદાન મારતા જામનગર મોદી સ્કૂલના વિધાર્થીઓ... - VIDEO

ધોરણ 12ના પરિણામમાં મેદાન મારતા જામનગર મોદી સ્કૂલના વિધાર્થીઓ… – VIDEO

વિજ્ઞાન પ્રવાહમાં શાળાના 12 વિદ્યાર્થીઓ તથા સામાન્ય પ્રવાહમાં 37 વિદ્યાર્થીઓને એ-વન ગ્રેડ

સોમવારે ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં જામનગરની મોદી સ્કૂલએ ઉત્કૃષ્ટ પરિણામ મેળવ્યું છે. મોદી સ્કૂલના 12 વિદ્યાર્થીઓએ વિજ્ઞાન પ્રવાહમાં તથા 37 વિદ્યાર્થીઓએ સામાન્ય પ્રવાહમાં એ-વન ગ્રેડ સાથે ઉત્તીર્ણ થઇ શાળાનું ગૌરવ વધાર્યું છે.

- Advertisement -

‘સખત પરિશ્રમનો કોઇ જ વિકલ્પ નથી.’ આ પંકિતને સાર્થક કરી ધો.12 સાયન્સ તથા કોમર્સમાં ઉચ્ચ પરિણામો સાથે JEE (MAINS+ADVANCE), NEET, GUJCET જેવી પરીક્ષાઓમાં બોર્ડની સાથે સાથે શાળાનાં વિદ્યાર્થીઓ ટોચનું પરિણામ મેળવી રહ્યા છે.

- Advertisement -

જાહેર થયેલ ફેબ્રુઆરી/માર્ચ-2026નાં Board Top-10માં 9 વિદ્યાર્થીઓએ સ્થાન પ્રાપ્ત કરેલ છે. જેમાં ધો.12 વિજ્ઞાન પ્રવાહનાં રિઝલ્ટમાં જેમાં 99.99 PR સાથે પટેલ મિહિર અને વાઘેલા રિશીતએ બોર્ડમાં પ્રથમ સ્થાન મેળવેલ છે તેમજ 99.98 PR સાથે રામાણી મિશ્વા અને ભોલા દેવાંશએ બોર્ડમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યાં છે. ગુજકેટમાં સબજેકટ બોર્ડ ફર્સ્ટ 40માંથી 40 માર્કસ પ્રાપ્ત કરતા કુલ 22 વિદ્યાર્થીઓ છે.

આ જ પ્રમાણે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 99.97 PR સાથે અર્પિતાબા ચુડાસમાએ બોર્ડમાં તૃતીય સ્થાન મેળવેલ છે. તે જ રીતે 100માંથી 100 માર્કસ મેળવી 39 વિદ્યાર્થીઓ Subject First રહ્યા છે. તેમજ ધો. 12 વિજ્ઞાન પ્રવાહમાં 12/29 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવેલ છે. Science Meritમાં 90% ઉપર 32 વિદ્યાર્થીઓએ સ્થાન મેળવેલ છે તેમજ ધો.12 સામાન્ય પ્રવાહમાં 37/234 વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ મેળવેલ છે.

- Advertisement -

 

આ સાથે JEE MAINS 2026ના જાહેર થયેલ પરિણામોમાં શાળાના વિદ્યાર્થી આયુષ અજુડિયા એ 99.93 PR તેમજ અક્ષતસિંહ ચંડેલ 99.92 PR પ્રાપ્ત કરેલ છે. આ ઉપરાંત 16 વિદ્યાર્થીઓએ 99+ PR પ્રાપ્ત કરેલા છે.

મોદી સ્કૂલના સ્થાપક ડો. આર. પી. મોદી અને પારસ મોદી પોતે શિક્ષણની ગુણવત્તા સાથે બાંધછોડમાં માનતા નથી તેમજ શોર્ટકટમાં પણ માનતા નથી. તેઓ સખત પરિશ્રમમાં માને છે. જેના ફળ સ્વરૂપે આ સ્કૂલનાં તમામ શિક્ષકો અને પ્રિન્સીપાલો પણ આ જ પથ પર ચાલે છે એટલે જ આ સ્કૂલ સમગ્ર ગુજરાતની સ્કૂલોને નમુનારૂપ શિક્ષણ પૂરું પાડી રહી છે. મોદીભાઇની વિચારધારા મુજબ આ સ્કૂલમાં ધો. 11, 12 નાં બધા વિષયો, ચેપ્ટર્સ અને બધા જ ટોપીક તલસ્પર્શી રીતે અભ્યાસ કરાવાય છે. એક પણ ચેપ્ટર કે ટોપીકને છોડવામાં આવતો નથી. જેથી વિદ્યાર્થીઓ ધો. 12 પછીની બધી જ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તથા તમામ પ્રકારના કોર્ષોમાં ખૂબ જ સરળતાથી સફળતા મેળવે છે.

મોદી સ્કૂલનાં શ્રેષ્ઠ પરિણામ બદલ સ્કૂલના સંસ્થાપક ડૉ આર. પી. મોદી, પારસ ભાઈ, હીત ભાઈ સહિતનાએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે તથા સારી કારકીર્દી બનાવીને સ્કૂલ તથા માતા-પિતાનું ગૌરવ વધારે તેવી શુભકામનાઓ પાઠવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular