Friday, April 19, 2024
HomeબિઝનેસStock Market Newsભારતીય શેરબજારમાં અફડાતફડી બાદ સ્ટોક સ્પેસિફિક તેજી...!!!

ભારતીય શેરબજારમાં અફડાતફડી બાદ સ્ટોક સ્પેસિફિક તેજી…!!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!

- Advertisement -

ગત સપ્તાહે ભારતીય શેરબજારમાં જુલાઈ વલણનો અંત તેજીએ આવ્યો હતો. યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા અમેરિકામાં મંદીની શક્યતા નકારવાની સાથે અપેક્ષિત એવો ૦.૭૫%નો હળવો વ્યાજદર વધારો કરવા સહિતના અન્ય સાનુકૂળ અહેવાલો પાછળ ફંડોની આગેવાની સાથે નવી લેવાલી ઉપરાંત દસ માસ બાદ વિદેશી રોકાણકારો ફરી એકવાર ભારતીય શેરબજાર તરફ વળતા તેની પણ સાનુકૂળ અસર જોવાઈ હતી. કોર્પોરેટ પરિણામોની પોઝિટીવ અસરની સાથે જૂન ત્રિમાસિક કોર્પોરેટ પરિણામની સિઝનમાં આગેવાન કંપનીઓના નફામાં વૃદ્ધિના અહેવાલોની પણ બજાર પર સાનુકૂળ અસર જોવા મળતા ભારતીય શેરબજાર નોંધપાત્ર ઉછાળો નોંધાયો હતો.

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….

- Advertisement -

વૈશ્વિક સ્તરે અમેરિકન અર્થતંત્ર એપ્રિલથી જૂનમાં પૂરા થયેલા સળંગ બીજા ક્વાર્ટરમાં સંકોચાયુ છે અને તેણે વાર્ષિક ધોરણે ૦.૯%નું સંકોચન નોંધાયું છે. આના પગલે અમેરિકન અર્થતંત્ર મંદી ભણી જઈ રહ્યુ હોવાની સંભાવના વધુ પ્રબળ બની છે. અમેરિકન અર્થતંત્રએ જાન્યુઆરીથી જૂન સુધીના છ મહિનામાં તેની જીડીપીમાં વાર્ષિક દરે ૧.૬%નો ઘટાડો નોંધાવ્યો છે. ફુગાવાને કાબુમાં લેવા અમેરિકા સહિત વિશ્વના મોટાભાગના દેશોની કેન્દ્રીય બેન્કો વ્યાજ દરમાં સતત વધારો કરી રહી છે. ગત સપ્તાહે ફેડરલ રિઝર્વએ છેલ્લા ચાર દાયકાની ટોચે પહોંચેલા ફુગાવાને અંકુશમાં રાખવા સળંગ બીજી વખત બેન્ચમાર્ક વ્યાજદરમાં ૦.૭૫%નો વધારો કર્યો હતો, પરંતુ અમેરિકા હાલમાં મંદીમાં નહીં હોવાની પણ ફેડરલ વતિ સ્પષ્ટતા કરવામાં આવતા વૈશ્વિક બજારોનું સેન્ટિમેન્ટ સુધર્યું હતું.

કોરોનાને કારણે અર્થતંત્રને ટેકો પૂરો પાડવા આરબીઆઈ દ્વારા રેપો રેટમાં નોંધપાત્ર ઘટાડો કર્યો હતો. જો કે વધી રહેલા ફુગાવાને ધ્યાનમાં રાખી એમપીસીએ મે તથા જુનની બેઠકમાં મળીને રેપો રેટમાં ૯૦ બેઝિસ પોઈન્ટનો વધારો કરી તેને ૪.૯૦% પર લઈ જવાયો હતો. અમેરિકન ફેડરલ રિઝર્વ બાદ હવે સ્થાનિક સ્તરે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની મળી રહેલી બેઠકમાં ફુગાવાના આંકડા ઉપરાંત કન્ઝયૂમર કોન્ફીડેન્સ ઈન્ડેકસ, ચોમાસા તથા ખરીફ વાવણીની પ્રગતિ જેવા મુદ્દાને ધ્યાનમાં રાખી અંદાજીત ૩૫ થી ૫૦ બેઝિસ પોઈન્ટનો વધારો કરશે તેવા ધારણાં રાખવામાં આવી રહી છે, ત્યારે રિઝર્વ બેન્કની મોનિટરી પોલિસી કમિટિ (એમપીસી) રેપો રેટ સંદર્ભમાં કેવો નિર્ણય લેવાય છે, તેના પર ભારતીય શેરબજારની નજર રહેશે.

- Advertisement -

મિત્રો, કેલેન્ડર વર્ષ ૨૦૨૨માં સ્થાનિક તેમજ વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા….

સ્થાનિક સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં એપ્રિલ ૨૦૨૨માં અંદાજીત રૂ.૨૯,૮૬૯.૫૨ કરોડની ખરીદી, મે ૨૦૨૨માં અંદાજીત રૂ.૫૦,૮૩૫.૫૪ કરોડની ખરીદી, જૂન ૨૦૨૨માં અંદાજીત રૂ.૪૬,૫૯૯.૨૩ કરોડની ખરીદી તેમજ ૨૮ જુલાઇ ૨૦૨૨માં અંદાજીત રૂ.૧૦૫૪૬.૯૩ કરોડની ખરીદી કરવામાં આવી હતી, જયારે વિદેશી સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં એપ્રિલ ૨૦૨૨માં અંદાજીત રૂ.૪૦,૬૫૨.૭૧ કરોડની વેચવાલી, મે ૨૦૨૨માં અંદાજીત રૂ.૫૪,૨૯૨.૪૭ કરોડની વેચવાલી તેમજ જૂન ૨૦૨૨માં અંદાજીત રૂ.૫૮,૧૧૨.૩૭ કરોડની વેચવાલી તેમજ ૨૮ જુલાઇ ૨૦૨૨ સુધીમાં અંદાજીત રૂ.૭૬૧૪.૦૩ કરોડની વેચવાલી કરવામાં આવી હતી.

બજારની ભાવી દિશા…. મિત્રો, રશિયા – યુક્રેન યુદ્ધ, અમેરિકામાં મંદીના અહેવાલ તથા વ્યાજ દરમાં વધારા જેવા પરિબળોને કારણે મોટાભાગના ઊભરતા દેશોની ઈક્વિટીઝની કામગીરી છેલ્લા ૨૪ વર્ષમાં વર્તમાન વર્ષે સૌથી ખરાબ જોવા મળી રહી છે ત્યારે ગત માસની સરખામણીએ બીએસઈ સેન્સેકસ અંદાજીત ૮% જેટલો વધ્યો છે જે એશિયામાં શ્રેષ્ઠ કામગીરી રહી છે. ક્રુડ તેલના ભાવમાં તાજેતરના ઘટાડા તથા અન્ય ઊભરતા અર્થતંત્રોની સરખામણીએ ભારતની સ્થિતિ મજબૂત હોવાના અહેવાલોને પગલે વિદેશી સંસ્થાકીય રોકાણકારો ફરી પાછા ભારતીય ઈક્વિટીઝ તરફ વળી રહ્યાનું પ્રાપ્ત આંકડા જણાવે છે.

ગત સપ્તાહે વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ભારતીય ઈક્વિટીઝમાં નેટ ખરીદી કરી છે. જો કે વર્તમાન વર્ષમાં અત્યારસુધીમાં વિદેશી રોકાણકારોએ ભારતીય ઈક્વિટીઝમાં અંદાજીત રૂ.૨૮૯૧૫૧ કરોડની નેટ વેચવાલી કરી છે. એપ્રિલ માસ બાદ સતત બીજા સપ્તાહ એવું જોવા મળ્યું છે જેમાં વિદેશી રોકાણકારો નેટ ખરીદદાર રહ્યા હોય. સપ્ટેમ્બર ૨૦૨૧ બાદ જુલાઈ મહિનો વિદેશી રોકાણકારોની ખરીદીની દ્રષ્ટિએ મજબૂત જોવા મળી રહ્યો છે, ત્યારે મારા મતે વિદેશી રોકાણકારોના કમબેકથી રોકાણકારો ખાસ કરીને રિટેલ રોકાણકારોનું ઈક્વિટીઝ માટેનું માનસ ફરી સુધરવાની અપેક્ષાએ ભારતીય શેરબજારમાં તેજી તરફી માહોલ જોવા મળી શકે છે.  બાકી મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર…કેમ ખરું ને..!!!

નિફ્ટી ફ્યુચર બંધ :- ( 17207 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 17077 પોઇન્ટના પ્રથમ અને 17007 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 17272 પોઇન્ટથી 17303 પોઇન્ટ, 17373 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 17373 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 37590 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 37007 પોઇન્ટના પ્રથમ અને 36808 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે 37737 પોઇન્ટથી 37939 પોઇન્ટ, 38008 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 38008 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક……

) ટાટા સ્ટીલ ( 97 ) :- આયર્ન એન્ડ સ્ટીલ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.90 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.84 ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.113 થી રૂ.120 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.123 ઉપર તેજી તરફી ધ્યાન…!!!

) ભારત ફોર્જ ( 739 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.707 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.686 ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.757 થી રૂ.770 નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!

) ગ્લેનમાર્ક ફાર્મા ( 377 ) :- રૂ.360 નો પ્રથમ તેમજ રૂ.344 ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.393 થી રૂ.404 સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!

) અદાણી પાવર ( 319 ) ઇલેક્ટ્રિક યુટીલીટી સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.333 થી રૂ.340 ના ભાવની સંભાવના ધરાવે છે.!! રૂ.303 નો સ્ટોપલોસ ધ્યાને લેવો……..!!

) મિન્દા કોર્પોરેશન ( 225 ) :- રૂ.202 નો પ્રથમ તેમજ રૂ.190 ના સ્ટોગ સપોર્ટથી ઓટો કોમ્પોનેન્ટ્સ & ઇક્વિપમેન્ટ્સ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.236 થી રૂ.247 સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!

) એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ ( 158 ) :- સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.144 આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.173 થી રૂ.180 ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!

) ગ્રેવિટા ઈન્ડિયા ( 297 ) :- આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.283 ના સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂ.313 થી રૂ.330 ના સંભવિત ભાવની શક્યતા છે…!!

) જેટીએલ ઈન્ફ્રા ( 214 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ આયર્ન અને સ્ટીલ પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.188 આસપાસ રોકાણકારે રૂ.232 થી રૂ.240 ના ટાર્ગેટ ભાવની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.173 સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

ટ્રેડીંગ સંદર્ભે ફ્યુચર સ્ટોક ધ્યાને લઈએ તો ……

) રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( 2517 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ આ ફ્યુચર સ્ટોક રૂ.2424 ના સપોર્ટથી ખરીદવાલાયક..!! રીફાઇનરી & માર્કેટિંગ સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂ.2544 થી રૂ.2560 નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે….!!

) ઇન્ફોસિસ લિમિટેડ ( 1551 ) :- આ સ્ટોક રૂ.1517 નો પ્રથમ તેમજ રૂ.1507 ના બીજો અતિ મહત્વનો સપોર્ટ ધરાવે છે. ફયુચર ટ્રેડીંગ સંદર્ભે ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.1573 થી રૂ.1580 સુધી ની તેજી તરફ રુખ  નોંધાવશે..!!

) ભારતી એરટેલ ( 678 ) :- ૯૫૦ શેરનું ફયુચર ધરાવતો આ સ્ટોક રૂ.663 નો પ્રથમ તેમજ રૂ.650 ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! ટેલિકોમ – સેલ્યુલર અને ફિક્સ્ડ લાઇન સર્વિસ સેક્ટરનો આ સ્ટોક સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી રૂ.693 થી રૂ.707 સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે….!!

) એસીસી લિમિટેડ ( 2239 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.2260 આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.2273 ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.2208 થી રૂ.2190 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.2280 ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

) ઈન્ડીગો ( 1877 ) :- રૂ.1909 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.1919 ના સ્ટોપલોસે વેચવાલાયક….!! ટૂંકાગાળે રૂ.1844 થી રૂ.1828 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.1923 ઉપર તેજી તરફી ધ્યાન… !!

) ટેક મહિન્દ્ર ( 1056 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.1077 આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.1090 ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.1033 થી રૂ.1017 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.1097 ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

           રોકાણ સંદર્ભે સ્મોલ સેવિંગ્ઝ સ્ટોક ધ્યાને લઈએ તો……

) બોમ્બે ડાઈંગ ( 98 ) :- અન્ય ટેક્સટાઇલ પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂ.108 થી રૂ.113 ના ભાવની સંભાવના ધરાવે છે…!! રૂ.88 નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

) જિંદાલ શૉ ( 86 ) :- ડિલેવરીબેઇઝ રોકાણકારે આયર્ન એન્ડ સ્ટીલ પ્રોડક્ટ્સ સેક્ટરનાં આ સ્ટોકને રૂ.80 ના અતિ મહત્વના સપોર્ટથી ખરીદવાલાયક…!! સાપ્તાહિક ટ્રેડિંગ સંદર્ભે રૂ.94 થી રૂ.99 સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે…!!!

) નેશનલ એલ્યુમિનિયમ ( 78 ) :- ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.70 નો પ્રથમ તેમજ રૂ.63 ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! એલ્યુમિનિયમ સેકટરનો આ સ્ટોક ટુંકાગાળે રૂ.85 થી રૂ.93 સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!

) થોમસ કૂક ( 67 ) :- રૂ.60 આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક મધ્યગાળે રૂ.73 થી રૂ.80 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.80 ઉપર તેજી તરફી ધ્યાન…..!!

નિફટી ફયુચર રેન્જ 17007 થી 17303 પોઇન્ટ ધ્યાને લેવી…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular