Monday, March 17, 2025
Homeરાજ્યજામનગરપોઝિટીવ દર્દીઓ અને પોઝિટીવ મૃતદેહો પર ખાસ વોચ જરૂરી

પોઝિટીવ દર્દીઓ અને પોઝિટીવ મૃતદેહો પર ખાસ વોચ જરૂરી

હાલની સ્થિતિમાં સંક્રમણ ફેલાવાની સંભાવનાઓ ઘાતક બની રહી છે

આપણે સૌ જાણીએ છીએ કે, કોરોના સંક્રમણમાં માણસ માણસ વચ્ચેનો સંપર્ક સૌથી અગત્યની બાબત છે. કોઇ પણ પોઝિટીવ દર્દીની સાથે અથવા પોઝિટીવ દર્દીના મૃતદેહ સાથે કોઇપણ સ્વસ્થ વ્યકિત સંપર્કમાં ન આવે તે જોવું જરૂરી છે. આ માટે જ માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનું પાલન તંત્રો દ્વારા કરાવવામાં આવતું હોય છે. જોકે, આ બંન્ને બાબતોના પાલનમાં ઘણી ખામીઓ અને બેદરકારીઓ જોવા મળી રહી છેે. લોકો ખૂદ પણ સ્થિતિ આટલી બધી વકરી ગયા પછી હજૂ આ મુદ્દે પૂરતાં જાગૃત થયા નથી.

- Advertisement -

જામનગર સહિત રાજયભરમાં રેપીડ એન્ટીજન અને આરટીપીસીઆર ટેસ્ટ મારફત પોઝિટીવ દર્દીઓને શોધવાની કસરતો ચાલે છે. પરંતુ આ કસરતો પૂરતી નથી. કોઇપણ વ્યકિત પોઝિટીવ એટલે કે, સંક્રમિત મળી આવે એટલે, તરત જ તે વ્યકિતને અન્ય લોકોથી આઇસોલેટકરવી ફરજીયાત હોય છે. પરંતુ વાસ્તવિકતામાં ઘણાં બધા કિસ્સાઓમાં આવું બનતું નથી. જે વ્યકિત પોઝિટીવ જાહેર થઇ હોય તેને હોમઆઇસોલેટ રહેવા કહેવામાં આવે છે. પરંતુ આ પ્રકારના લોકો પોતાને તમામ કિસ્સાઓમાં આઇસોલેટ કરતા નથી. ઘણાં બધા પોઝિટીવ લોકો સમાજમાં મુકત રીતે ફરતા હોય છે.

આ મુદ્દે જે કાંઇ કેસ થઇ રહ્યા છે. તેનું પ્રમાણ એકદમ ઓછું છે. બીજો મુદ્દો એ છે કે, કોઇ પણ વ્યકિત પોઝિટીવ જાહેર થાય પછી તેને હોમ આઇસોલેટ કરવાને બદલે કોઇ ચોકકસ કોવિડ કેર સેન્ટર ખાતે ફરજીયાત રીતે ખસેડવી જોઇએ. પરંતું તંત્રો એ અથવા સરકારે આ પ્રકારની કોઇ વ્યવસ્થા આટલી ગંભીર સ્થિતિ પછી પણ કરી નથી.જેના કારણે જીવતા બોમ્બ જેવા આ પોઝિટીવ લોકો અન્ય વ્યકિતઓના સંપર્કમાં આવી રહ્યા છે અને કોરોના સંક્રમણને બેકાબૂ બનાવી રહ્યા છે.

- Advertisement -

આ ઉપરાંત ઘણાં બધા પોઝિટીવ દર્દીઓના મૃત્યુ પછી તંત્ર દ્વારા કડક વ્યવસ્થા હેઠળ આ મૃતદેહોને સ્મશાને અથવા કબ્રસ્તાને પહોંચાડવામાં આવતા નથી. આ પ્રકારના મૃતદેહો પરિવારજનોના હવાલે કરવામાં આવતા હોય તેવું પણ જામગનર સહિત સમગ્ર ગુજરાતમાં જોવા મળી રહ્યું છે. આ બાબત અતિશય ગંભીર અને જોખમી છે અને હાલની ખુબ જ ચિંતાજનક સ્થિતિમાં જો પોઝિટીવ દર્દીઓ અને પોઝિટીવ મૃતદેહોને અન્ય વ્યકિતઓના સંપર્કથી દૂર રાખવામાં નહીં આવે તો પરિસ્થિતિ હજૂ પણ વધુ ખરાબ બનશે. ખરેખરતો તંત્ર એ પ્રત્યેક પોઝિટીવ દર્દી અને પોઝિટીવ મૃતદેહ પર ખાસ વોચ રાખવી જોઇએ અને જરૂરી પ્રક્રિયાઓ કડક રીતે હાથધરી અન્ય સ્વસ્થ લોકોને સંક્રમિત થવાથી બચાવવા જોઇએ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular