ભારતના શુભાંશુ શુકલા અને અન્ય ત્રણ અવકાશયાત્રીઓને લઇને Asiom-4 કેનેડી સ્પેસ સેન્ટર ખાતે કોમ્પ્લેકસ 39 A થી ઉડાન ભરી 28 કલાકની મુસાફરી પછી અવકાશયાન ગુરૂવારે સાંજે 04:30 વાગ્યે આંતરરાષ્ટ્રીય અવકાશમથક ખાતે પહોંચશે.
View this post on Instagram
ભારત ઈતિહાસ રચવા જઈ રહ્યું છે. ગુ્રપ કેપ્ટન શુભાંશુ શુકલા આંતરરાષ્ટ્રીય અવકાશ મથક માટે રવાના થઈ ગયા છે. રાકેશ શર્માના 1984 ના મિશન પછી અવકાશ જનારા બીજા ભારતીય બનશે. ભારતના શુભાંશુ શુકલા અને અન્ય ત્રણ અવકાશયાત્રીઓને લઇને એક્સિઓમ-4 મિશન કેનેડી સ્પેસ સેન્ટરના કોમ્પલેકસ 39 A થી ઉડાન ભરી ગયું છે. આ સફળ પ્રક્ષેપણ અંગે દેશભરમાં ઉજવણીનો માહોલ છે. શુભાંશુ અને તેમના અવકાશ સાથીઓ 14 દિવસના વૈજ્ઞાનિક અભિયાન પર જઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, 29 મે ના રોજ ડ્રેગન સ્પેસડ્રાફટની તૈયારી ન હોવાને કારણે લોન્ચ ટાળવામાં આવ્યું હતું.