Sunday, July 13, 2025
Homeરાજ્યહાલારભાણવડની ધારાગર ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે બશીરભાઇ કોરેજા વિજેતા

ભાણવડની ધારાગર ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે બશીરભાઇ કોરેજા વિજેતા

સાજડિયારી ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે ભારતીબેન ઓડદેરા વિજેતા

ભાણવડ ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે બશીરભાઇ ગુલમામદ કોરેજા વિજેતા જાહેર થયા છે. સાજડિયારી ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે ભારતીબેન ઓડેદરા વિજેતા થયા હતા. તેમને ગ્રામજનોએ શુભેચ્છા પાઠવી હતી.
તાજેતરમાં યોજાયેલ ગ્રામ પંચાયતોની ચૂંટણીનું આજે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાની ધારાગર ગ્રામ પંચાયતમાં સરપંચપદે બશીરભાઇ ગુલમામદભાઇ કોરેજા વિજેતા જાહેર થયા હતા. તેમજ સભ્ય તરીકે રોશન ઓસમાણ શેઢા, ઉમેરા રજાક કોરેજા, હનિફ મામદ શેઠા, રજાક અલીમામદ કોરેજા, સૈજાના હસન શેઠા, શહેનાઝ હુસેન શેઠા, જાવિદ ગુલમામદ શેઠા, નાથાભાઇ શિંગરખિયા વિજેતા થયા હતા.
આ ઉપરાંત ભાણવડની સાજડિયારી ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે ભારતીબેન રાજુભાઇ ઓડેદરા વિજેતા થયા હતા. જ્યારે સભ્ય તરીકે શાંતિબેન અરભમભાઇ કારાવદરા, જુગલબેન હોથીભાઇ ઓડેદરા, હોથી ભીમાભાઇ ઓડેદરા, કારાભાઇ માંડણભાઇ ઓડેદરા, વાલીબેન કારાભાઇ ઓડેદરા, લીલુબેન અરભમભાઇ કેશવાલા, રાજુભાઇ પોપટભાઇ ઓડેદરા વિજેતા થયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular