26મી જાન્યુઅરાીના પ્રજાસત્તાક પર્વની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે પ્રજાસત્તાક પર્વના દિવસે વાળા પરિવાર દ્વારા લગ્નની વર્ષગાંઠ નિમિત્તે નાાલંદા આશ્રમ શાળાના જરૂરિયાતમંદ બાળકોને નાસ્તો કરાવી સેવાકાર્ય કરાયું હતું.
જામનગરના અગ્રણી એવા પ્રદિપસિંહ વાળાનાપુત્ર ઋષિરાજસિંહ તેમજ પુત્રવધૂ ઉર્વષીબાના લગ્નજીવનનો બીજી વર્ષ ગાંઠ નિમિત્તે નાલંદા આશ્રમ શાળાના જરૂરિયાતમંદ બાળકોને રાજસ્થાની કચોરી, ફ્રુટી આપી તેમજ મિત્ર ક્રિપાલસિંહ જાડેજા રાજકોટ તરફથી વેફર્સ અને હરદેવસિંહ જાડેજા મેમાણાનો જન્મદિવસ હોય જે નિમિત્તે બિસ્કીટનો નાસ્તો કરાવવામાં આવ્યો હતો. તેમજ આ દિવસની ખુશી નિમિત્તે બાળકો સાથે સમય વિતાવીને ધન્યતાની અનુભૂતિ કરી હતી.