Friday, February 3, 2023
Homeસ્પોર્ટ્સસૌરાષ્ટ્ર વિજય હજારે ટ્રોફીનું ચેમ્પિયન

સૌરાષ્ટ્ર વિજય હજારે ટ્રોફીનું ચેમ્પિયન

ફાઇનલમાં મહારાષ્ટ્રને પાંચ વિકેટે હરાવ્યું

- Advertisement -

વિજય હઝારે ટ્રોફી સિઝન 2022-23ના ફાઈનલમાં સૌરાષ્ટ્રએ મહારાષ્ટ્રને 5 વિકેટ હરાવીને ચેમ્પિયન બન્યું છે. સૌરાષ્ટ્ર 15 વર્ષ પછી વિજય હઝારે ટ્રોફીનું ચેમ્પિયન બન્યું છે. ટીમે છેલ્લીવાર 2007-08માં ટ્રોફી ઉઠાવી હતી. સૌરાષ્ટ્રના ઓપનર શેલ્ડન જેક્સને 136 બોલમાં 133 રન બનાવીને ટીમની જીતમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી વિજય હઝારે ટ્રોફીની ફાઈનલમાં સૌરાષ્ટ્રના કેપ્ટન જયદેવ ઉનડકટે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મહારાષ્ટ્રના કેપ્ટન અને ઓપનર ઋતુરાજ ગાયકવાડે સતત ત્રીજી નોકઆઉટ મેચમાં સદી ફટકારી હતી. તેણે 131 બોલમાં 108 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તે રનઆઉટ થયો હતો. આ પછી મહારાષ્ટ્રએ 50 ઓવરના અંતે 248 રન બનાવ્યા હતા. સૌરાષ્ટ્રએ 46.3 ઓવરમાં 5 વિકેટે 249 રન ચેઝ કરી લીધા હતા. ગત વખતે હિમાચલ પ્રદેશે વિજય હઝારે ટ્રોફીનું ચેમ્પિયન બન્યું હતું. મુંબઈએ આ વખતની સૈયદ મુસ્તાક અલી ટ્રોફી જીતી લીધી હતી. તો આ વખતની રણજી ટ્રોફી 2022-23 સિઝન 13 ડિસેમ્બરથી શરૂ થશે. વિજય હઝારે ટ્રોફીમાં ગાયકવાડે અત્યારસુધીમાં 12મી સદી ફટકારી દીધી હતી. તે આ ટૂર્નામેન્ટના ઈતિહાસમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટર બની ગયો છે. તેણે કર્ણાટકના રોબિન ઉથપ્પા અને મહારાષ્ટ્રના જ અંકિત બાવનેનો રેકોર્ડ તોડી દીધો છે. ઉથપ્પા અને બાવનેએ આ ટૂર્નામેન્ટમાં 11-11 સદી ફટકારી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular