Friday, February 3, 2023
Homeરાષ્ટ્રીયભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધીની જયશ્રી રામ ફિલોસોફી

ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધીની જયશ્રી રામ ફિલોસોફી

યાત્રામાં મધ્યપ્રદેશના આગરમાલવામાં ભગવાન રામ સાથે જોડાયેલા ત્રણ સૂત્રોનો અર્થ સમજાવ્યો

- Advertisement -

ભારત જોડો યાત્રા હેઠળ મધ્ય પ્રદેશના આગર માલવા જિલ્લામાં પહોંચેલા રાહુલ ગાંધીની જય શ્રી રામ ફિલોસોફી સામે આવી છે. રાહુલ ગાંધીએ આગર માલવામાં સ્ટેજ પરથી રામના 3 સૂત્રોનો અર્થ સમજાવ્યો છે. રાહુલ ગાંધીએ આ દરમિયાન છજજ અને ઇઉંઙ પર પણ નિશાન સાધ્યુ. રાહુલ ગાંધીએ કહ્યુ કે પહેલુ સૂત્ર છે ’હે રામ’. ભગવાન રામ તે તપસ્વી હતા જેમણે પોતાનું સમગ્ર જીવન તપસ્યામાં પસાર કરી દીધુ. રાહુલ ગાંધીએ કહ્યુ કે યાત્રામાં એક પંડિત જી એ તેમને કહ્યુ છે કે ગાંધીજી ’હે રામ’ બોલતા હતા.

- Advertisement -

રાહુલ ગાંધીએ કહ્યુ કે રામ જીવન જીવવાની રીત હતા. ભગવાન રામ એક વ્યક્તિ નહોતા. તેઓ જીવન જીવવાની એક રીત હતા. બીજુ સૂત્ર ’જય સિયા રામ’ છે. જય સિયા રામનો અર્થ સીતા અને રામ એક જ છે. તેથી સૂત્ર છે ’જય સિયારામ’. રામ સીતા માટે લડ્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યુ જ્યારે આપણે જય સિયારામ કહીએ છીએ તો આપણે સીતા જી ને યાદ કરીએ છીએ. સમાજમાં સીતાનું સ્થાન હોવુ જોઈએ. સૌ તેમનો આદર કરે છે. જય સિયારામ જય-જય સીતા રામ.

રાહુલ ગાંધીએ કહ્યુ ત્રીજુ સૂત્ર છે ’જય શ્રી રામ’. તેમાં આપણે ભગવાન રામની જય કરીએ છીએ. ભાજપના લોકો જય શ્રી રામ કહે છે પરંતુ ક્યારેય જય સિયારામ કહેતા નથી અને હે રામ કેમ નથી કહેતા. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે આરએસએસ અને ભાજપના લોકો જે ભાવનાથી રામે પોતાનુ જીવન પસાર કર્યુ તે ભાવનાથી પોતાનુ જીંદગી જીવતા નથી. રામે કોઈની સાથે અન્યાય કર્યો નથી. રામે સમાજને જોડવાનું કામ કર્યુ. રામે સૌને ઈજ્જત આપી. ભગવાન રામે ખેડૂતોની, મજૂરોની અને વેપારીઓની સૌની મદદ કરી. રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યુ કે ભાજપ જય સિયારામ અને જય સીતારામ કરી શકતા નથી કેમ કે તેમના સંગઠનમાં મહિલા નથી તો તે જય સિયારામનું સંગઠન જ નથી. કેમ કે તેમના સંગઠનમાં મહિલા તો રહી જ ના શકે. સીતા તો રહી ના શકે. સીતાને તો બહાર કરી દેવાયા આ ખૂબ જરૂરી વાત છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular