ધ્રોલ તાલુકાના બીજલકા ગામના સરપંચ યુવાનનો અગમ્યકારણોસર ઝેરી દવા પી આપઘાત કર્યાના બનાવથી પંથકમાં ખળભળાટ મચી ગયો છે. સરપંચને કેન્સર થવાથી હોસ્પિટલના ખર્ચામાં પરિવાર ધોવાઈ ન જાય તે માટે ખેતરે જઇ દવા પી જિંદગી ટૂંકાવ્યાનું પોલીસ તપા દરમિયાન ખુલ્યું હતું.
બનાવની વિગત મુજબ ધ્રોલ તાલુકાના બીજલકા ગામના સરપંચ જયસુખભાઈ નરશીભાઈ મુંગરા નામના યુવાને અગમ્યકારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા યુવાનને સારવાર માટે ધ્રોલની સીએચસી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જાણના આધારે ધ્રોલ પોલીસ કાફલો હોસ્પિટલ દોડી ગયો હતો અને હોસ્પિટલ જઈ મૃતદેહનો કબ્જો સભાળી પીએમ માટે મોકલી કયા કારણોસર આપઘાત કર્યો ? તે અંગેની હેકો ડી પી વઘોરા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ તપાસ હાથ ધરતા સરપંચને કેન્સરની બીમારી હોય અને આ બીમારીમાં હોસ્પિટલના ખર્ચા માટે ઘર ધોવાઈ ન જાય તેનું મનમાં લાગી આવતા શુક્રવારે સવારના સમયે તેના ખેતરે જઈ દવા પી આપઘાત કર્યો હોવાનું મૃતકના ભાઈ ધીરજભાઈ દ્વારા જણાવાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.