ગુજરાત પર મેઘરાજા મહેરબાન છે ત્યારે સુરતમાં અતિભારે વરસાદના પગલે બજારોમાં પાણી ભરાતા કરોડોની કિંમતની સાડીઓ પાણીમાં પલળી ગઈ હતી અને વેપારીઓએ કિલોના ભાવે વેંચવાની ફરજ પડી છે. સુરતમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ જવાથી કાપડ બજારની ગ્રાઉન્ડ ફલોરની દુકાનો પર ખરાબ અસર પડી છે. કરોડોની કિંમતની સાડીઓ ગંદા પાણીમાં ડુબી જવાથી બગડી ગઈ હતી. જેને વેપારીઓ હવે પંખા વડે સુકવીને કિલોના ભાવે વેંચવા મજબુર છે.
ગુજરાતમાં છલ્લાં કેટલાંક દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. ત્યારે કેટલાંક શહેરોમાં ઓરેંજ તો યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે સુરતમાં ત્રણ દિવસથી પાણી ભરાવાની સ્થિતિ હતી. સુરતના ઘણાં કાપડ બજારો પણ આ પાણી ભરાવાની ઝપેટમાં આવી ગયા હતાં. જેમાં ગ્રાઉન્ડ ફલોરની કેટલીક દુકાનોમાં પાણી ભરાઇ ગયા હતાં જેના કારણે દુકાનોમાં હાજર કરોડો રૂપિયાની સાડીઓ ડુબી ગઈ હતી.
પાણી તો ઉતરી ગયા પણ સાથે સાથે વેપારીઓ પણ કરોડોના ખાડામાં ઉતરી ગયા ગંદા પાણીમાં લગભગ ભારે સાડીઓ પલળી ગઈ હતી. જ્યારે વેપારીઓ પંખા વડે સુકવવાનો પ્રયાસ કરી રહ્યા છે જેથી તેમને થોડું ઘણું વળતર તો મળે. પાણીમાં પલળેલી સાડીઓ તેની મુળ કિંમતે વેંચાતી નથી. તેથી હવે તેઓ પંખામાં સુકવીને કિલોના ભાવે વેંચવા મજબુર છે. ત્યારે કેટલાંક વેપારીઓએ પાણી ભરાવાના દ્રશ્યો પોતાના કેમેરામાં કેદ કર્યા છે અને વેપારીઓ ભીની સાડીઓ પંખામાં સુકવવાનો પ્રયાસ કરી રહ્યા છે. વેપારીઓ કહે છે કે ગંદા પાણીમાં પલળવાના કારણે સાડીઓ દુર્ગંધ મારી રહી છે. હવે કોઇ તેને મુળ ભાવે ખરીદશે નહીં. આમ આવી સુરતમાં દસ બજારો છે જ્યાં ખાડીનું પાણી ગ્રાઉન્ડ ફલોરમાં ઘુસી ગયું હતું. જેમાં રૂા.100 થી લઇને રૂા.2000 સુધીની કિંમતની સાડીઓ પલળી ગઈ છે અને વેપારીઓને કરોડોનું નુકસાન કર્યુ છે.
વેપારીઓ કહી રહ્યા છે કે ભારે વરસાદની અગાઉ કોઇ ચેતવણી અપાઈ હોત તો અમે માલને સુરક્ષિત સ્થાન પર ખસડી શકયા હોત. પાણી ભરાવાના મેસેજ મળતા જ દુકાનોમાં પહોંચ્યા પરંતુ માલ બચાવી ન શકયા. તો વળી કોઇ કહે છે કે, સુરત કાપડ બજારમાં કયારેક આગ લાગવાથી નુકસાન ભોગવવું પડે છે તો કયારેક પાણી ભરાવાથી ભોગવવું પડે છે ત્યારે વેપારીઓ ચિંતીત છે.