Sunday, January 19, 2025
Homeરાજ્યસલાયાના જહાજમાં આગ લાગતા ઓમાનના દરિયામાં ડૂબ્યું, 13 ખલાસીઓનો બચાવ

સલાયાના જહાજમાં આગ લાગતા ઓમાનના દરિયામાં ડૂબ્યું, 13 ખલાસીઓનો બચાવ

- Advertisement -

દ્વારકાના સલાયા બંદરનું અલ નૂરે નિઝામુદ્દીન જહાજ ગઈકાલના રોજ દુબઈથી માલ ભરીને સોમાલિયા જતું હતું તે સમયે ઓમાનના દરિયામાં જહાજમાં એકાએક આગ લાગતા જોત જોતામાં જ આગની લપેટમાં આવી ગયું હતું. અને દરિયામાં ડૂબ્યું હતું. જહાજમાં 13 ખાલાસીઓ હતા જેનો બચાવ થયો છે.

- Advertisement -

ગઈકાલના રોજ સલાયાનું “અલ નૂરે નિઝામુદ્દીન” જહાજ દુબઈથી જનરલ કાર્ગો ભરીને સોમાલીયા જઈ રહ્યું હતું તે દરમીયાન તેમાં એકાએક આગ ફાટી નીકળી હતી. અને મધદરિયે જહાજ આગની લપેટમાં આવી જતા જહાજમાં સવાર 13 ખલાસીઓ ખાલી બેરલના સહારે દરિયામાં કુદી જતા ઓમાન નેવી દ્રારા તમામનું રેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવ્યા હતા. આ ઘટના સોમાલિયાના દરિયામાં રાસલાત નામના વિસ્તારમાં બની હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular