Tuesday, April 13, 2021
Homeસ્પોર્ટ્સરોહિત: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં 1000 રન પૂરા કરનાર વિશ્ર્વનો પ્રથમ ઓપનર

રોહિત: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં 1000 રન પૂરા કરનાર વિશ્ર્વનો પ્રથમ ઓપનર

- Advertisement -

- Advertisement -

આક્રમક ઓપનિંગ બેટસમેન રોહિત શર્મા ભલે તેની અર્ધસદી માત્ર એક રને ચૂકી ગયો, પણ હિટમેને બે રેકોર્ડ તેના નામે કર્યાં છે. રોહિત આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી)માં 1000 રન પૂરા કરનારો વિશ્વનો પહેલો ઓપનિંગ બેટસમેન બન્યો છે. આ મામલે તેણે ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નર (948 રન)ને પાછળ રાખી દીધો છે. દ.આફ્રિકાનો ડીન એલ્ગર 848 રન સાથે ત્રીજા ક્રમે છે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ઓવરઓલ સૌથી વધુ રન ઓસ્ટ્રેલિયાના માર્નસ લાબુશેનના ખાતામાં છે. તેણે આ દરમિયાન 167પ રન બનાવ્યા છે. સ્મિથ 1341 રન સાથે બીજા અને ઇંગ્લેન્ડનો સ્ટોકસ 1301 રન સાથે ત્રીજા નંબર પર છે. રોહિત આ સૂચિમાં છઠ્ઠા સ્થાને છે.
આ ઉપરાંત ઓપનર તરીકે રોહિત શર્મા સૌથી ઝડપે 1000 રન પૂરા કરનારો એશિયન ખેલાડી બની ગયો છે. તેણે ઓપનર તરીકે 17મી ઇનિંગમાં 1000 રન પૂરા કર્યાં છે. મયંક અગ્રવાલે 19 ઇનિંગમાં આ ઉપલબ્ધિ મેળવી હતી. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં 1000 રન પૂરો કરનારો રોહિત રહાણે પછીનો બીજો ભારતીય બેટધર છે. રહાણેએ 109પ રન બનાવ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular