Thursday, September 19, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં ટ્રક અને ઓટો રીક્ષા વચ્ચે અકસ્માતમાં રીક્ષાચાલકનું મૃત્યુ

જામનગરમાં ટ્રક અને ઓટો રીક્ષા વચ્ચે અકસ્માતમાં રીક્ષાચાલકનું મૃત્યુ

પોલીસની ટીમ દ્વારા ઘટનાસ્થળે દોડી જઈ મૃતકની ઓળખ હાથ ધરાઇ : અકસ્માત સર્જી નાશી છૂટેલા ટ્રકચાલકની શોધખોળ

- Advertisement -

જામનગર નજીક હાપા રોડ પર આજે સવારે ટ્રકચાલકે રીક્ષાને હડફેટે લેતા રીક્ષાચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું. આ અંગે પોલીસને જાણ થતા પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને મૃતદેહનો કબ્જો સંભાળી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર – હાપા રોડ પર આજે સવારે ઓટો રીક્ષા ચાલક પોતાની રીક્ષા લઇને પસાર થઈ રહ્યો હતો આ દરમિયાન પૂરઝડપે આવી રહેલા એક ટ્રકચાલકે રીક્ષાને હડફેટે લેતા ગોજારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રીક્ષાચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે જ કરૂણ મૃત્યુ નિપજ્યું હતું. આ અકસ્માતના બનાવને લઇ આસપાસના વિસ્તારના લોકોનું ટોળુ એકત્ર થઈ ગયું હતું. દરમિયાન ટ્રકચાલક અકસ્મત સર્જી નાશી ગયો હતો. સમગ્ર ઘટનાની પોલીસને જાણ કરાતા પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકની ઓળખ કરવા તથા નાશી છુટેલા ટ્રકચાલકને શોધવા સહિતની કામગીરી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular