Saturday, October 12, 2024
Homeરાજ્યજામનગરસિનિયર સિટીઝન માટેની રમત સ્પર્ધામાં ભાગ લેવા અંગે

સિનિયર સિટીઝન માટેની રમત સ્પર્ધામાં ભાગ લેવા અંગે

- Advertisement -

રાજ્ય સરકારના માર્ગદર્શન તળે સંચાલિત રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર અને સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા રમત-ગમત અધિકારી, જામનગર ગ્રામ્ય દ્વારા સંચાલિત જામનગર જિલ્લા સિનીયર સિટીઝન સ્પર્ધા ચાલુ વર્ષ-2024 દરમિયાન યોજાવા જઈ રહી છે.

- Advertisement -

જે અન્વયે, જામનગર શહેર અને જિલ્લાના 60 વર્ષથી ઉપરના સિનિયર સીટીઝન માટે વોલીબોલ, રસ્સાખેંચ, કેરમ, ચેસ, યોગાસન તથા એથ્લેટીક્સ જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાગ લેવા ઈચ્છુક સિનિયર સીટીઝનોએ નિયત નમુનાનું પ્રવેશપત્ર જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી, જામનગર ગ્રામ્ય, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, અજીતસિંહ ક્રિકેટ પેવીલીયન (ક્રિકેટ બંગલો), સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ બિલ્ડીંગ, જિલ્લા પંચાયતની સામે, જામનગર-361001 ખાતેથી મેળવી લેવાનું રહેશે.

આ ફોર્મમાં સ્પર્ધકે પોતાની સંપૂર્ણ વિગતો ભરીને આગામી તા.15 જાન્યુઆરી સુધીમાં કચેરી સમય દરમિયાન મોકલી આપવાનું રહેશે. તા.15 જાન્યુઆરીની સુનિશ્ર્ચિત કરાયેલી સમય મર્યાદા દરમિયાન આવેલા પ્રવેશપત્રોના સ્પર્ધકોને વિગતવાર કાર્યક્રમ અંગેની અત્રેની કચેરીથી જાણ કરવામાં આવશે. જેની દરેક સ્પર્ધકને ખાસ નોંધ લેવા માટે જિલ્લા રમત ગમત અધિકારી બી.જે.રાવલીયા, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular