જામનગર નજીક આવેલાં ગુજરાતના સૌથી મોટા પક્ષી અભ્યારણ્યને રામસર સાઇટની આંતરરાષ્ટ્રિય માન્યતા માટે નોમીનેટ કરવામાં આવ્યું છે. 1982માં 6.05 ચોરસ કિલોમીટર વિસ્તારમાં પથરાયેલાં આ અભ્યારણ્યમાં 312 વિદેશી પ્રજાતિના પંખીઓ આવે છે. જે માનકના આધારે રામસર સાઇટ માટે દરખાસ્ત કરવામાં આવી છે. જામનગર નજીક ખીજડીયામાં વન વિભાગ હસ્તકના પક્ષી અભ્યારણ્યની વિશેષતા એ છે કે, અહીં ખારા અને મીઠા બન્ને પાણીમાં રહેતા પક્ષીઓ જોવા મળે છે. આ પ્રકારની વિશેષતા ભાગ્યે જ કોઇ અન્ય સાઇટ પર જોવા મળે છે. આ ઉપરાંત જમીન અને વૃક્ષો પર પંખીઓના માળા નજરે પડે છે. સમુદ્ર કાંઠો નજીક હોવાને કારણે વિદેશી પંખીઓ માટે આ સ્થળ માનીતું રહ્યું છે. વિખ્યાત પક્ષી વિદ સલીમ અલીએ 1984માં આ સ્થળની મુલાકાત લીધી હતી. ત્યારે તેમણે અહીં 104 પ્રજાતિના પંખીઓ નોંધ્યા હતા. હવે જયારે શિયાળાનો પ્રારંભ થઇ ગયો છે. ત્યારે વિદેશી આવતા પંખીઓનું આગમન પણ શરૂ થઇ ચૂકયું છે.રામસર સાઇટ વિશ્વના પક્ષી પ્રેમીઓમાં જાણીતું નામ છે. વિશ્ર્વભરના પક્ષી અભ્યારણ્યની જાળવણી, ઉપયોગ માટે આંતરરાષ્ટ્રિય સંધિ વેટલેન્સ ઓન ક્ધવેશન પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
અત્યાર સુધીમાં વિશ્ર્વમાં 2400 સ્થાનોને રામસર સાઇટ તરીકે માન્યતા આપવામાં આવી છે. જેમાં ભારતમાં 46 સ્થાનોનો સમાવેશ થાય છે. ગુજરાતમાં નળસરોવર અમદાવાદ પાસેનું સ્થળ અને વડોદરા પાસેના વઢવાણાને રામસર સાઇટ તરીકે માન્યતા મળી છે ત્યારે જો ખીજડીયાને માન્યતા મળશે તો ગુજરાતની તે ચોથી સાઇટ હશે.