Saturday, May 23, 2026
Homeરાજ્યજામનગરઘરફોડ ચોરીમાં ગયેલ મુદામાલ અરજદારને પરત - VIDEO

ઘરફોડ ચોરીમાં ગયેલ મુદામાલ અરજદારને પરત – VIDEO

જામનગરમાં થયેલ ઘરફોડ ચોરીમાં પોલીસે મુદામાલ શોધી અરજદારને તેરા તુજકો અર્પણ અંતર્ગત પરત કરવામાં આવ્યો હતો.

- Advertisement -

જામનગર સીટી એ ડિવિઝનમાં ઘરફોડ ચોરીનો કેસ નોંધાયો હતો. જેના આરોપીઓને પોલીસે ઝડપી લઇ તેમની પાસેથી સોનાના દાગીના, રોકડ, મોબાઇલ ફોન સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો. આ કેસના ફરીયાદી અલી અસગરભાઇ ગાંધી દ્વારા પોતાના સોનાના દાગીના સહિતનો મુદામાલ છોડાવવા કોર્ટમાં અરજી કરી હતી. રાજકોટ વિભાગ પોલીસ મહાનિરીક્ષક નિલીપ્તરાય જામનગર જિલ્લા પોલીસ વડા ડો. રવિમોહન સૈનીની ક્રાઇમ કોન્ફરન્સની સુચના અને નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન મુજબ સીટી એના પીઆઇ વી.એમ. ડોડીયા દ્વારા અરજદારને પોલીસ સ્ટેશને બોલાવી તેરા તુજકો અર્પણ અંતર્ગત કુલ રૂા.6,35,400ની કિંમતનો સોનાના દાગીના સહિતનો મુદામાલ પરત કર્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular