જામનગરમાં થયેલ અતિભારે વરસાદને કારણે અનેક લોકોને ભારે નુકશાની થઇ હતી. આ નુકસાની માટે સહાય જાહેર કરવામાં આવી છે. જેમાં જામનગર શહેરના વોર્ડ નં.4માં નુકસાનીનો સર્વે પણ થઇ ચુકયો છે. આમ છતાં કેટલાય લોકોને હજુ સુધી સહાય મળી નથી. સર્વે થઇ ગયા બાદ કોમ્પ્યુટરમાં નામ સામેલ થયા ન હોય લોકોને મુશ્કેલીઓ પડી રહી છે.
આ અંગે વોર્ડ નં.4ના કોર્પોરેટર રચનાબેન નંદાણિયા તેમજ કોંગ્રેસ અગ્રણી આનંદભાઇ ગોહિલ દ્વારા આજરોજ સહાયથી વંચિત લોકોને સાથે રાખી કલેકટર કચેરીમાં રજૂઆત કરવામાં આવી હતી. આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં નહી આવે તો દિવાળીના તહેવારો બાદ ધરણાંની ચીમકી પણ આપવામાં આવી છે.