Saturday, December 7, 2024
Homeરાષ્ટ્રીયમહાકુંભ -2025ની તડામાર તૈયારીઓ : 1249 કી.મી. લાંબા પાઇપલાઇનથી પાણી પુરૂં પડાશે

મહાકુંભ -2025ની તડામાર તૈયારીઓ : 1249 કી.મી. લાંબા પાઇપલાઇનથી પાણી પુરૂં પડાશે

- Advertisement -

ઉત્તરપ્રદેશના ગંગા કિનારે વસેલુ શહેર પ્રયાગરાજ સાંસ્કૃતિ ઉજવણીનું કેન્દ્ર બનવા જઇ રહયું છે. 2025માં યોજાનાર મહાકુંભની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ ઉજવણી 45 દિવસ સુધી ચાલશે. જે 14 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે તે વર્ષ 2012માં યોજાયેલા મહાકુંભ કરતા લગભગ 3 ગણું મોટું હશે.

- Advertisement -

ઉતરપ્રદેશ પર્યટન વિભાગે જણાવ્યા અનુસાર નદીના કિનારે 4000 હેકટરમાં આયોજિત મહાકુંભમાં લગભગ 40-45 કરોડ લોકો ભાગ લેશે. ઇવેન્ટનું અંદાજીત બજેટ રૂા. 6382 કરોડ છે. મહાકુંભ 2025 માટે અસ્થાયી ટેન્ટ સિટી બનાવવાની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. જેમાં પાણી પુરવઠા માટે 1249 કિલોમીટર લાંબી પાઇપલાઇન નેટવર્કનું આયોજન કરાયું છે. 25 સેકટર અને 4000 હેકટરમાં ફેલાયેલો આ મેળાનો વિસ્તાર છે. જેમાં પાણી પહોંચાડવા માટે 1249 કિમી લાંબી પાઇપલાઇન નેટવર્ક નાખવામાં આવી રયું છે. લગભગ 56000 પાણીના જોડાણો, 85 ટયુબવેલ, 30 જનરેટર દ્વારા પાણીની વ્યવસ્થા પુરી પાડવામાં આવશે. આમ મહાકુંભ 2025 માટે મહાતૈયારીઓ શરૂ થઇ ચૂકી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular