નાર્કોટિક્સ ક્ધટ્રોલ બ્યુરોના અધિકારીઓએ નાંદેડમાં નશીલો પદાર્થ બનાવવાના કારખાનામાં છાપો મારી ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. તેમની પાસેથી રોકડ રકમ, નશીલો પદાર્થ, પૈસા ગણવાનું મશીન અને અન્ય સામગ્રી જપ્ત કરવામાં આવી છે.
મહારાષ્ટ્રના નાંદેડમાં કામઠા પરિસરમાં મુંબઈ એનસીબીની ટીમે ત્રણ દુકાનમાં છાપો માર્યો હતો. અહીં નશીલો પદાર્થો બનાવવાનું કારખાનું હતું. આ કાર્યવાહી દરમિયાન 111 કિલો ડ્રગ્સ બનાવવાનું કેમિકલ 1.4 કિલો ઓપીયમ, દોઢ લાખ રૃપિયા, નશીલો પદાર્થ જપ્ત કરાયો હતો.
પોલીસે મુખ્ય આરોપી અને તેના સાથીદારને ઝડપી લીધા હતા. તેઓ આંતરરાજ્ય ડ્રગ્સ રેકેટમાં સામેલ હોવાનું કહેવાય છે. મુખ્ય આરોપી રોડ ટ્રાન્સપોર્ટનું કામ કરતો હતો. એનસીબીએ નાંદેડ ઉપરાંત જાલના, ઔરંગાબાદમાં રેડ પાડી હતી. થોડા દિવસ અગાઉ એનસીબીના અધિકારીઓએ માંજરામ પાસે 8 કરોડ રૃપિયાનો ગાંજો જપ્ત કર્યો હતો.
અગાઉ સમુદ્રમાં મુંબઈ નજીક ક્રુઝશિપ પર છાપો મારીને એનસીબીએ રેવ પાર્ટીનો પર્દાફાશ કર્યો હતો. શાહરૃખ ખાનના પુત્ર આર્યન ખાનની ધરપકડ થઈ હતી. આ પ્રકરણના લીધે એનસીબીના મુંબઈ ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે વિવાદમાં સપડાયા હતા. તેમની કાર્યવાહીને લઈને શંકા દર્શાવવામાં આવી હતી. એસીપી નેતા નવાબ મલિકે વાનખેડે પર ગંભીર આરોપ કર્યા હતા. આ કામગીરી દરમ્યાન એનસીબીના અધિકારીઓએ કુલ 36 દુકાનોમાં ચેકિંગ કર્યું હતું. ચેકિંગ દરમ્યાન ખસખસની કેપ્સ્યૂલ અને અફીણના ડોડાનો તેમજ ક્રશ કરેલી ખસખસનું ભૂસુ મળી આવ્યું હતું.