Monday, November 29, 2021
HomeબિઝનેસStock Market Newsઈન્ડેક્સ બેઝડ અફડાતફડીના અંતે ભારતીય શેરબજારમાં તેજી તરફી માહોલ…!!

ઈન્ડેક્સ બેઝડ અફડાતફડીના અંતે ભારતીય શેરબજારમાં તેજી તરફી માહોલ…!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૩.૧૧.૨૦૨૧ ના રોજ…..

- Advertisement -

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૮૪૬૫.૮૯ સામે ૫૭૯૮૩.૯૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૭૭૧૮.૩૪ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૧૧૬.૬૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૯૮.૪૪ પોઈન્ટના ઉછાળા સાથે ૫૮૬૬૪.૩૩ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૪૩૫.૦૫ સામે ૧૭૩૨૫.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૨૫૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૦૦.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૫૪.૫૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૪૮૯.૬૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત મોટા ઘટાડા સાથે થઈ હતી. કોર્પોરેટ ઈન્ડિયાના સપ્ટેમ્બર અંતના ત્રિમાસિક પરિણામોની સીઝનમાં કંપનીઓના એકંદર પ્રોત્સાહક પરિણામો જાહેર થઈ રહ્યા હોઈ સાથે ફંડોએ મેટલ, પાવર  શેરોની આગેવાની સાથે યુટિલિટીઝ શેરોમાં તેજી કરીને સેન્સેક્સે ફરી ૫૮૮૩૪.૯૫ પોઈન્ટની અને નિફટી ફ્યુચરે ૧૭૫૫૦ પોઈન્ટની સપાટી પાર કરાવી હતી. આ સાથે આજે ફરી રિયાલ્ટી શેરોમાં ફંડોએ મોટી તેજી કરી હતી. ગઈ કાલના મોટા ઘટાડા બાદ તથા આજના ટ્રેડિંગની શરૂઆતના મોટા ઘટાડા બાદ લોકલ ફંડો તેમજ ફોરેન પોર્ટપોલિયો ઈન્વેસ્ટરો – એફપીઆઈઝ, એફઆઈઆઈઝની શેરોમાં આક્રમક ખરીદી શરૂ થઈ આજે ફંડોએ ઓલ રાઉન્ડ તેજી કરી હતી.

- Advertisement -

દેશમાં એક તરફ મોંઘવારીના કારણે લોકોને માર પડી રહ્યો છે અને યુરોપના દેશોમાં કોરોના વાઇરસના કેસ વધતાં હોઈ, અમુક દેશોમાં ફરી ફરજિયાત લોક ડાઉન લાગુ પાડવામાં આવી રહ્યાના સમાચારે તથા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સાથે અરામકો કંપની દ્વારા ભાગીદારી સ્થગિત થતાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા મોટું ફંડ પાછું આપવાના અહેવાલની અવહેલનાએ રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ એ મંદીની આગેવાની લેતા દલાલ સ્ટ્રીટમાં તમામ સેક્ટોરિયલ ઇંડાઈસીસમાં સાર્વત્રિક વેચવાલી જોવા મળી હતી. ચોમાસાની સારી પ્રગતિ સાથે દેશ કોરોના કાળમાંથી બહાર આર્થિક મોરચે પ્રવૃતિ લોકડાઉન પૂર્વેની સ્થિતિએ આવી જવા લાગી હોવાના સંકેત વચ્ચે કોર્પોરેટ પરિણામોની સપ્ટેમ્બર ૨૦૨૧ની સીઝનમાં એકંદર સારા પરિણામે વૈશ્વિક બજારોમાં પણ આજે મિશ્ર ટ્રેન્ડ જોવા મળ્યો હતો. પેટ્રોલ, ડિઝલના ભાવમાં અવિરત તીવ્ર વધારા અને અન્ય જીવનાશ્યક ચીજોના ભાવોમાં પણ સતત વધારાના નેગેટીવ પરિબળ છતાં કોર્પોરેટ પરિણામો એકંદર સારા આવી રહ્યા હોઈ અને ચાલુ વર્ષે ચોમાસાની સફળતાના પોઝિટીવ પરિબળે ફંડોએ શેરોમાં સાર્વત્રિક વેચવાલી સામે તેજી કરતાં ભારતીય શેરબજાર નોંધપાત્ર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૬૧% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૮૧% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર આઈટી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૧૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૮૨૫ અને વધનારની સંખ્યા ૨૪૨૮ રહી હતી, ૧૬૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૫૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૪૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારતીય શેરબજારમાં આવેલા જોરદાર કડાકાની અસર વર્તમાન મહિનામાં શેરબજારમાં લિસ્ટેડ થયેલી કંપનીઓના ભાવ પર જોવા મળી છે. લિસ્ટેડ થયેલી સાત કંપનીઓમાંથી ચારના ભાવ તેમના ભરણાંના ભાવથી જંગી ડિસ્કાઉન્ટે બોલાઈ રહ્યા છે. સૌથી મોટો કડાકો પેટીએમના ભાવમાં બોલાઈ  ગયો છે. પેટીએમ ઉપરાંત ફાઈનો પેમેન્ટસ બેન્ક, ઓટો એન્સિલિઅરી કંપની એસજેએસ એન્ટરપ્રાઈઝિસ, ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ સેફાઈર ફૂડસના ભાવ તેમના ભરણાંના ભાવથી નીચે ટ્રેડ થઈ રહ્યા છે. વર્તમાન મહિનામાં લિસ્ટ થયેલી અન્ય કંપનીઓ જેમ કે પીબી ફાઈનટેક, એફએસએન ઈ-કોમર્સ તથા સિગાચી ઈન્ડ. ભરણાંના ભાવથી ૨૭ થી ૨૩૩% જેટલા ઊંચા બોલાઈ રહ્યા છે.

સાત કંપનીઓ મળીને અંદાજિત કુલ રૂ.૩૪૦૦૦ કરોડની રકમનું જાહેર ભરણું લાવી હતી. છેલ્લા બે વર્ષથી સેકન્ડરી બજાર પાછળ પ્રાઈમરી માર્કેટમાં પણ જોરદાર તેજીનો પવન જોવા મળી રહ્યો છે. કોરોનાના કાળમાં રિટેલ રોકાણકારોના સહભાગમાં વધારો થતાં તાજેતરના મોટાભાગના આઈપીઓ સફળ રહ્યાનું પણ જોવા મળ્યું છે. પેટીએમના શેરભાવમાં બોલાયેલા કડાકા બાદ રિટેલ રોકાણકારોનું માનસ ખરડાઈ જવાની શકયતા જોવાઈ રહી છે. કેટલીક કંપનીઓના ઊંચા મૂલ્યાંકનો પણ ભાવમાં ઘટાડા માટે કારણભૂત જણાવાઈ રહ્યા છે. પેટીએમના કડાકાએ પ્રાઈમરી માર્કેટના મૂલ્યાંકનોને લઈને પણ પ્રશ્ના ઊભા કર્યા છે.

તા.૨૪.૧૧.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

NIFTY FO

તા.૨૩.૧૧.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૭૪૮૯ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૭૩૦૩ પોઈન્ટના પ્રથમ અને ૧૭૨૭૨ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૭૫૧૭ પોઈન્ટ થી ૧૭૫૭૫ પોઈન્ટ ૧૭૬૦૬ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૭૬૦૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

BANK NIFTY FO

તા.૨૩.૧૧.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૭૨૬૮ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૭૦૦૮ પોઈન્ટના પ્રથમ અને ૩૬૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૭૩૭૩ પોઈન્ટ થી ૩૭૪૦૪ પોઈન્ટ, ૩૭૪૭૪ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૭૪૭૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • એસબીઆઈ લાઇફ ( ૧૧૫૨ ) :- લાઇફ ઈન્સ્યોરન્સ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૧૨૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૧૦૮ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૧૭૩ થી રૂ.૧૧૮૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૫૫૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • મેક્સ ફાઈનાન્સિયલ સર્વિસ ( ૯૪૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૯૦૯ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૮૯૮ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૯૬૩ થી રૂ.૯૭૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • લુપિન લિમિટેડ ( ૮૮૫ ) :- રૂ.૮૭૦ નો પ્રથમ તેમજ રૂ.૮૫૮ ના બીજા સપોર્ટથી ફાર્મા સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૮૯૮ થી રૂ.૯૦૯ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • બર્જર પેઈન્ટ ( ૭૭૦ ) :- ફર્નિચર, ફર્નિશિંગ, પેઇન્ટ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૭૮૭ થી રૂ.૭૯૭ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૭૪૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ડાબર ઇન્ડિયા ( ૬૧૧ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૫૯૦ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક પર્સનલ પ્રોડક્ટ સેક્ટરના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૬૩૩ થી રૂ.૬૪૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૭૭૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૮૦૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૭૬૦ થી રૂ.૧૭૪૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૮૩૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • મુથૂત ફાઈનાન્સ ( ૧૫૨૫ ) :- રૂ.૧૫૪૪ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૫૫૩ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૫૦૩ થી રૂ.૧૪૯૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૫૬૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • જેએસડબ્લ્યુ સ્ટીલ ( ૬૮૦ ) :- આયર્ન એન્ડ સ્ટીલ/ઇન્ટરમ. પ્રોડક્ટ્સ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૭૦૭ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૬૬૭ થી રૂ.૬૬૦ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • સન ટીવી ( ૫૩૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ બ્રોડકાસ્ટિંગ & કેબલ ટીવી સેક્ટરનો આ સ્ટોક રૂ.૫૬૦ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૫૧૭ થી રૂ.૫૦૫ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૫૭૫ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ ( ૪૫૦ ) :- રૂ. ૪૭૪ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૪૮૦ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૪૩૭ થી રૂ.૪૨૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૪૮૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular