Friday, March 29, 2024
HomeબિઝનેસStock Market Newsડેરિવેટીવ્ઝમાં નવેમ્બર વલણના અંત પૂર્વે ભારતીય શેરબજારમાં અફડાતફડીના અંતે ફંડોની ઉછાળે નફારૂપી...

ડેરિવેટીવ્ઝમાં નવેમ્બર વલણના અંત પૂર્વે ભારતીય શેરબજારમાં અફડાતફડીના અંતે ફંડોની ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૪.૧૧.૨૦૨૧ ના રોજ…..

- Advertisement -

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૮૬૬૪.૩૩ સામે ૫૮૮૩૯.૩૨ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૮૧૪૩.૪૪ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૮૨૪.૬૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૨૩.૩૪ પોઈન્ટના ઘટાડા સાથે ૫૮૩૪૦.૯૯ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૪૯૫.૨૫ સામે ૧૭૫૪૭.૮૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૭૩૬૦.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૪૫.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૨૭.૭૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૩૬૭.૫૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગ શરૂઆત ઉછાળા સાથે થઈ હતી, પરંતુ વિવિધ પ્રતિકૂળ અહેવાલો પાછળ આજે ભારતીય શેરબજારમાં ચોમેરથી આવેલી ભારે ગભરાટભરી વેચવાલીના દબાણે શેરોની જાતેજાતમાં ગાબડા નોંધાતા કામકાજના અંતે બીએસઇ સેન્સેક્સ ૩૨૩ પોઈન્ટ અને નિફ્ટી ફ્યુચર ૧૨૭ પોઈન્ટ ઘટીને બંધ રહ્યા હતા. વિશ્વના અનેક દેશોમાં કોરોનાના કેસ વધતા પુન: લોકડાઉન, વિદેશી રોકાણકારોની એકધારી વેચવાલી અને દેશના ફોરેક્સ રિઝર્વમાં ઘટાડો સહિતના અન્ય અહેવાલોની બજાર પર પ્રતિકૂળ અસર થવા પામી છે. વિવિધ પ્રતિકૂળ અહેવાલો પાછળ છેલ્લા કેટલાક સમયથી વિદેશી રોકાણકારોની એકધારી વેચવાલી જોવા મળી છે. તેમાં ય વળી આગેવાન વૈશ્વિક બ્રોકરેજ હાઉસોએ ભારતીય ઇક્વિટીને ડાઉનગ્રેડ કરતા તેમનું મોરલ વધુ ખરડાયું છે. એફ એન્ડ ઓમાં નવેમ્બર વલણના અંત પૂર્વે એફઆઇઆઇની એકધારી વેચવાલી અને અન્ય પ્રતિકૂળ અહેવાલો પાછળ રીટેલ રોકાણકારો દ્વારા પણ મોટા પાયે વેચવાલી હાથ ધરાઈ છે.

- Advertisement -

વિશ્વભરના આગેવાન દેશોમાં કોરોનાએ ઉથલો મારવા સાથે કેસોમાં તોતિંગ વધારો તમજ કેટલાક દેશોએ પુન: લોકડાઉનનો માર્ગ અપનાવતા વૈશ્વિક વૃદ્ધિ રૂંધાવાની ભીતિની ભારત સહિત વિશ્વના અન્ય બજારો પર પ્રતિકૂળ અસર થઈ છે. તાજેતરમાં સરકાર દ્વારા નવા કૃષિ કાયદા રદ કરાતા આર્થિક સુધારાની પ્રક્રિયાને અસર થવાની શક્યતા પણ ઉદ્ભવી શકે છે તેવા અહેવાલો પાછળ આજે કામકાજના પ્રારંભમાં તેજી જોવા મળી હતી, જો કે પાછળથી કામકાજના અંતિમ તબક્કામાં ચોમેરથી આવેલી ગભરાટભરી વેચવાલીના ભારે દબાણે શેરોમાં ઉછાળે નફારૂપી વેચવાલી જોવા મળી હતી. જેના પગલે ભારતીય શેરબજાર આજે ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૫૭% ઘટીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૪૪% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ઓઇલ એન્ડ ગેસ, બેન્કેક્સ, યુટિલિટીઝ, ફાઈનાન્સ અને ટેલિકોમ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૩૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૩૩૪ અને વધનારની સંખ્યા ૧૯૫૬ રહી હતી, ૧૪૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૫૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૯૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, વૈશ્વિક સ્તરે ફરી યુરોપના દેશોમાં કોરોના મહામારીની પરિસ્થિતિ, ફુગાવો – મોંઘવારી, મોદી સરકાર દ્વારા ત્રણ કૃષિ કાયદાને પાછા ખેંચી લેવાની પડેલી ફરજ, પાંચ રાજયો  ગોવા, મણીપુર, પંજાબ, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં આવી રહેલી વિધાન સભા ચૂંટણીઓ, સંસદનું શિયાળું સત્ર શરૂ થવામાં છે ત્યારે અમેરિકામાં વ્યાજ દરોમાં ગમે તે ઘડીએ વધારો થવાની શકયતા અને ક્રુડ ઓઈલના ઊંચા પ્રવર્તતા ભાવોની પરિસ્થિતિ અને ભારતીય શેરબજાર ઓવર વેલ્યુએશનનો સ્પષ્ટ સંકેત આપી રહ્યા હોઈ શેરોમાં દરેક ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે.

બજારનું સેન્ટીમેન્ટ ડહોળાઈ ચૂક્યું છે. નેગેટીવ પરિબળો માથું ઉચકીને એક સાથે બજાર પર હાવી થવા લાગ્યા છે. છેલ્લા કેટલાક સપ્તાહોથી બજારમાં જોવાઈ રહ્યું છે કે  બે તરફી અફડાતફડી વચ્ચે ફંડો, ખેલાડીઓ શેરોમાં દરેક ઉછાળે હળવા થઈ રહ્યા છે. મોદી સરકાર દ્વારા કૃષિ કાયદાને પાછા ખેંચી લેવાની પડેલી ફરજને લઈ આવનારી  પાંચ રાજયોની ચૂંટણીઓને લઈ સરકારનું ફોક્સ આર્થિક સુધારાને બદલે રાજકારણ પર આવ્યું હોઈ આ નેગેટીવ પરિબળો વચ્ચે એફ એન્ડ ઓમાં નવેમ્બર વલણના અંત પૂર્વે તબક્કાવા રપ્રોફિટ બુકિંગ કરતાં રહેવું અત્યંત સલાહભર્યું છે. ઉપરાંત ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ તેમજ રૂપિયા સામે અમેરિકી ડોલરના મૂલ્યમાં વધઘટ પર ભારતીય શેરબજારની નજર રહેશે.

તા.૨૫.૧૧.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

NIFTY FO

તા.૨૪.૧૧.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૭૩૬૭ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૭૪૭૪ પોઈન્ટના પ્રથમ અને ૧૭૫૦૫ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૭૩૦૩ પોઈન્ટ થી ૧૭૨૭૨ પોઈન્ટ ૧૭૨૩૨ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૭૫૦૫ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

BANK NIFTY FO

તા.૨૪.૧૧.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૭૩૬૬ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૭૦૦૭ પોઈન્ટના પ્રથમ અને ૩૬૬૭૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૭૪૭૪ પોઈન્ટ થી ૩૭૫૩૫ પોઈન્ટ, ૩૭૬૦૬ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૭૬૦૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • ટોરેન્ટ ફાર્મા ( ૨૮૨૮ ) :- ફાર્મા ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૭૮૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૭૬૩ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૮૪૪ થી રૂ.૨૮૫૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૮૬૫ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • હેવલ્સ ઇન્ડિયા ( ૧૩૫૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૩૧૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૨૯૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૩૬૬ થી રૂ.૧૩૮૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • મહાનગર ગેસ ( ૯૩૭ ) :- રૂ.૯૦૯ નો પ્રથમ તેમજ રૂ.૮૯૮ ના બીજા સપોર્ટથી ઓઇલ માર્કેટિંગ & ડિસ્ટ્રિબ્યુશન સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૯૫૩ થી રૂ.૯૬૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • વિપ્રો લિમિટેડ ( ૬૩૩ ) :- ટેકનોલોજી સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૬૪૪ થી રૂ.૬૫૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૬૧૬ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ચોલામંડલમ ફાઈનાન્સ ( ૫૮૬ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૫૭૩ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ફાઈનાન્સ સેક્ટરના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૫૯૭ થી રૂ.૬૦૬ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • બાટા ઇન્ડિયા ( ૨૦૩૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફૂટવેર સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૦૫૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૨૦૧૭ થી રૂ.૨૦૦૨ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૦૭૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • અદાણી એન્ટરપ્રાઇઝ ( ૧૭૪૩ ) :- રૂ.૧૭૯૦ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૮૦૮ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૭૦૭ થી રૂ.૧૬૯૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૮૧૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • વોલ્ટાસ લિમિટેડ ( ૧૧૮૩ ) :- કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૨૨૦ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૧૬૫ થી રૂ.૧૧૪૭ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૭૫૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.૭૮૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૭૪૪ થી રૂ.૭૩૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૭૯૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • જિન્દાલ સ્ટીલ ( ૩૮૧ ) :- રૂ. ૪૦૪ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૪૧૪ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૩૬૭ થી રૂ.૩૫૫ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૪૨૨ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular