Thursday, August 6, 2026
Homeરાજ્યહાલારમીઠાપુરમાં પોલીસકર્મચારીની ગળેફાંસો ખાઈ આત્મહત્યા

મીઠાપુરમાં પોલીસકર્મચારીની ગળેફાંસો ખાઈ આત્મહત્યા

સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના છત્રીયાળા ગામનો વતની : પોલીસ કોન્સ્ટેબલે બારીના સળીયામાં કપડા વડે ગળેટૂંપો ખાધો : પોલીસબેડામાં શોકનું મોજું : પોલીસ દ્વારા આત્મહત્યાનું કારણ જાણવા તપાસ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર પોલીસમથકમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલે તેના ઘરે અગમ્યકારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આત્મહત્યાનું કારણ જાણવા તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

અરેરાટીજનકના બનાવની વિગત મુજબ, મુળ સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના છત્રીયાળા ગામના વતની અને હાલ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુરમાં ટાટા ટાઉનશીપના જૂના ફલેટ નંબર 307 માં રહેતો અને પોલીસ મથકમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા જયદેવભાઈ ઘનશ્યામભાઈ અણિયાળીયા (ઉ.વ.30) નામના યુવાને મંગળવાર તા. 4 ના રોજ રાત્રિના સમયે તેમના ફ્લેટમાં કોઈ અગમ્ય કારણોસર બારીના સળિયામાં કપડાં વડે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. પોલીસ કર્મચારીની આત્મહત્યાથી પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. બનાવ અંગેની મૃતકના નાનાભાઈ પંકજભાઈ ઘનશ્યામભાઈ દ્વારા જાણ કરવામાં આવતા મીઠાપુર પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. પોલીસે સ્થળ પરથી પોલીસકર્મીના મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આત્મહત્યાનું કારણ જાણવા તપાસ આરંભી હતી. પોલીસકર્મી દ્વારા આત્મહત્યા કરાતા પોલીસબેડામાં શોક પ્રસરી ગયો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular