જામનગર શહેરના રાવલવાસ મહાકાળી સર્કલ સ્મશાન પાસેના વિસ્તારમાંથી ત્રણ વર્ષનું બાળક જાગૃત નાગરિકને મળી આવતા તેણે સીટી સી ડીવીઝન પોલીસને સોંપી આપ્યું હતું. ત્યારબાદ પોલીસે બાળકની માતાની શોધખોળ કરી સોંપી આપ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં સોમવારે સાંજના સમયે મહાકાલી સર્કલ પાસે આવેલા રાવલવાસ સ્મશાન નજીકના વિસ્તારમાંથી ત્રણ વર્ષનું બાળક મળી આવતા બે જાગૃત્ત નાગરિકે બાળકને સીટી સી ડીવીઝન પોલીસને સોંપી આપ્યું હતું. ત્યારબાદ પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સુચનાથી ડીવાયએસપી જે એન ઝાલા અને પ્રો.ડીવાયએસપી નયના ગોરડિયાના માર્ગદર્શન હેઠળ પીઆઇ એ.આર. ચૌધરીના નેજા હેઠળ પીએસઆઈ આર.વી. રાઠોડ, હેકો એચ.એ.પરમાર, પો.કો. મયુરસિંહ જાડેજા દ્વારા બાળકની માતાની શોધખોળ આરંભી હતી. જેમાં હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતા સંજનાબેન પ્રવિણભાઈ રાઠોડ નામની યુવતી માતા હોવાનું ખૂલ્યું હતું અને સંજનાબેનને શોધખોળ કરી તેનો ત્રણ વર્ષનો પ્રિન્સને સોંપી આપ્યો હતો. આ અંગે વધુ તપાસ હાથ ધરતા પ્રિન્સને મેહુલ હેમત ગોહિલ નામનો યુવક પ્રિન્સને રમાડવા લઇ ગયો હતો. અને સ્મશાન પાસે રમતા હતાં તે દરમિયાન મેહુલના પિતા આવતા તેઓ ગુસ્સે થશે તે બીકે બાળકને મુકીને ચાલ્યો ગયો હતો. સંજનાબેને પોલીસનો આભાર વ્યકત કર્યો હતો.