Monday, April 28, 2025
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં પૂર્વ કોર્પોરેટર વિરૂધ્ધ ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ

જામનગર શહેરમાં પૂર્વ કોર્પોરેટર વિરૂધ્ધ ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ

જ્ઞાતિના વેપારી પાસે દવાખાનાના કામ માટે એક લાખની માંગણી: વેપારી એ રૂપિયા નહીં આપતા મામલો બીચકયો : વેપારીબંધુ અને બનેવીને છરીની અણીએ ધમકી

જામનગર શહેરમાં હવાઈ ચોક વિસ્તારમાં રહેતાં વેપારી યુવાને દવાખાનાના કામ માટે એક લાખની રકમ આપવાની ના પાડતા પુર્વ કોર્પોરેટર સહિતના બે શખ્સોએ યુવાન અને તેના ભાઈ તથા બનેવીને અપશબ્દો બોલી છરીની અણીએ પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના હવાઈ ચોક વિસ્તારમાં આવેલા શ્રીજી એપાર્ટમેન્ટમાં રહેતાં વિમલ કિશોરભાઈ કનખરા નામના વેપારી યુવાનના જ્ઞાતિબંધુ એવા પૂર્વ કોર્પોરેટર ધીરેશ ગિરધર કનખરાએ વેપારી વિમલ પાસેથી દવાખાનાના કામ માટે એક લાખ રૂપિયાની માંગણી કરી હતી. જે વેપારીએ રૂપિયા આપવાની ના પાડી હતી. જેથી પુર્વ કોર્પોરેટર અને અજાણ્યા સહિતના બે શખ્સોએ એકસંપ કરી 10 દિવસ પૂર્વે ગત તા.13ના મધ્યરાત્રિના સમયે હવાઈ ચોક વિસ્તારમાં વિમલ અને તેનો ભાઈ તથા બનેવીને અપશબ્દો બોલી છરી બતાવી મારી નાખવાની ધમકી આપી હતી. ધમકી આપ્યાના બનાવમાં વિમલ દ્વારા જાણ કરાતા હેકો આર.ડી. જાડેજા તથા સ્ટાફે પૂર્વ કોર્પોરેટર સહિત બે શખ્સો સામે ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular