Friday, August 21, 2026
Homeરાજ્યહાલારપાંચ દિવસમાં પીજીવીસીએલ દ્વારા જામનગર સર્કલમાં 6.23 કરોડની વીજચોરી ઝડપાઈ

પાંચ દિવસમાં પીજીવીસીએલ દ્વારા જામનગર સર્કલમાં 6.23 કરોડની વીજચોરી ઝડપાઈ

જામનગર તથા દ્વારકા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં 72 ટીમો દ્વારા ચેકિંગ : 4773 વીજ જોડાણોની તપાસ, 784 વીજ જોડાણોમાંથી ગેરરીતિ ઝડપાઈ

પીજીવીસીએલ દ્વારા જામનગર શહેરમાં છેલ્લાં પાંચ દિવસમાં વીજચોરી અંગે કડક કાર્યવાહી હાથ ધરી હતી. પીજીવીસીએલના મેગા ચેકિંગ દરમિયાન જામનગર સર્કલ હેઠળના વિવિધ તાલુકાઓ અને શહેરોમાંથી કુલ રૂા.6.23 કરોડની વીજચોરી ઝડપી લેવામાં આવી હતી. 784 વીજજોડાણોમાંથી ગેરરીતિ ઝડપાઈ હતી.

- Advertisement -

પીજીવીસીએલની ટીમ દ્વારા વિરામ બાદ જામનગર સર્કલ હેઠળના વિવિધ તાલુકાઓ અને શહેરી વિસ્તારોમાં ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. વીજચોરી અને વીજળીના ગેરકાયદેસર ઉપયોગ સામે પીજીવીસીએલ દ્વારા તા.17 ઓગસ્ટથી 21 ઓગસ્ટ દરમિયાન વિશેષ વીજીલન્સ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. આ વિશેષ ડ્રાઈવ અંતર્ગત જામનગર જિલ્લાના લાલપુર, કાલાવડ, ધ્રોલ, જોડિયા, જામજોધપુર, જામનગર શહેર, દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર, ભાણવડ, ઓખા મંડળ, ખંભાળિયા સહિતના તાલુકાઓ અને ગ્રામ્ય વિસ્તારોમાં વીજચોરીને લઇ વીજજોડાણોની તપાસણી હાથ ધરવામાં આવી હતી.

પાંચ દિવસ દરમિયાન પીજીવીસીએલની કુલ 72 ટીમો મેદાને ઉતરી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પીજીવીસીએલની ટીમો દ્વારા વિવિધ વિસ્તારોમાં વીજચેકિંગ કામગીરી હાથ ધરી હતી. આ વીજચેકિંગ કામગીરી દરમિયાન કુલ 4,773 વીજ જોડાણો તપાસવામાં આવ્યા હતાં. જે પૈકી 784 વીજજોડાણોમાંથી ગેરરીતિ ઝડપાઈ હતી. આ ગેરરીતિના આધારે પીજીવીસીએલ દ્વારા 623 લાખ એટલે કે રૂા.6.23 કરોડની વીજચોરી ઝડપી લીધી હતી. પાંચ દિવસમાં માતબર રકમની વીજચોરી ઝડપાતા વીજચોરી તથા વીજ વપરાશમાં ગેરરીતિ કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો હતો. વીજચોરીના દુષણને ડામવા પીજીવીસીએલ દ્વારા હજુ આગામી દિવસોમાં વીજ ચેકિંગ કામગીરીને વધુ અસરકારક બનાવવા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવે તેવી શકયતાઓ જોવા મળી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular