Friday, August 21, 2026
HomeવિડિઓViral Videoઈન્ટરનેટ પર છવાઈ નવી 'મ્યુઝિક ક્વીન': ગિટારના તાલ પર નાની બાળકીનો સૂરિલો...

ઈન્ટરનેટ પર છવાઈ નવી ‘મ્યુઝિક ક્વીન’: ગિટારના તાલ પર નાની બાળકીનો સૂરિલો અંદાજ વાયરલ – VIRAL VIDEO

સોશિયલ મીડિયા પર હાલ એક નાની બાળકીનો ક્યૂટ અને સૂરિલો વીડિયો ભારે ધૂમ મચાવી રહ્યો છે. આ નાનકડી “મ્યુઝિક ક્વીન” પોતાના નાના હાથમાં ગિટાર પકડીને એટલા મધુર અવાજમાં ગાઈ રહી છે કે નેટિઝન્સ તેના દીવાના થઈ ગયા છે.

- Advertisement -

વાયરલ વીડિયોમાં બાળકી લોકપ્રિય ગીત “પિયા પિયા પિયા યું રૂથા ના કરો” ગાતી જોવા મળે છે. ગિટારના તાલ પર ચાલતી તેની નાની આંગળીઓ, માસૂમ ચહેરો અને ક્યૂટ એક્સપ્રેશન્સે લોકોનું ધ્યાન ખેંચ્યું છે. બાળકી ગીતનો દરેક શબ્દ એટલી સ્પષ્ટતા અને મધુરતાથી ગાય છે કે તેને સાંભળીને કોઈપણના ચહેરા પર સ્મિત આવી જાય.

 

View this post on Instagram

 

A post shared by SunshineAndSoul (@baibhabi_priyam)

- Advertisement -

આ હૃદયસ્પર્શી વીડિયો ઈન્સ્ટાગ્રામ હેન્ડલ @baibhabi_priyam પરથી “માફી” કેપ્શન સાથે શેર કરવામાં આવ્યો છે. અપલોડ થતાની સાથે જ આ વીડિયોને લાખો વ્યુઝ અને લાઈક્સ મળી ચૂક્યા છે.કમેન્ટ સેક્શનમાં યુઝર્સ આ નાની ગાયિકાના મુક્તકંઠે વખાણ કરી રહ્યા છે:એક યુઝરે લખ્યું, “આટલી ક્યૂટ બાળકી!”બીજા યુઝરે કમેન્ટ કરી, “આ વર્ઝન સાંભળ્યા પછી હું ઓરિજિનલ સોંગ જ ભૂલી ગયો.”અન્ય એકે લખ્યું, “આટલી નાની ઉંમરમાં આખા ગીતના લિરિક્સ યાદ છે, અદ્ભુત!”

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular