Monday, April 28, 2025
HomeવિડિઓViral Videoએક દુકાનમાં ચોરીના સીસીટીવી વાયરલ થયા : લોકોએ ચોરના વખાણ કર્યા..!! -...

એક દુકાનમાં ચોરીના સીસીટીવી વાયરલ થયા : લોકોએ ચોરના વખાણ કર્યા..!! – VIDEO

સોશિયલ મીડિયા અને સીસીટીવીના આ યુગમાં અવાર-નવાર ઘણાં સીસીટીવી વાયરલ થતા હોય છે. ત્યારે એક દુકાનમાં ચોરીના સીસીટીવી વાયરલ થયા છે. જે જોઇને લોકોએ ચોરના વખાણ પણ કર્યા છે. તો ચાલો જાણીએ કે શા માટે લોકો ચોરના વખાણ કરી રહ્યા છે??

- Advertisement -

ઈન્સ્ટાગ્રામ હેન્ડલ plague.xd પરથી વીડિયો શેર કરાયો છે .જેના કેપ્શનમાં ‘તે ખૂબ જ સંસ્કારી ચોર નિકળ્યો’ અપાયું છે. ત્યારે આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે ચોર દુકાનના શટરનું તાળુ તોડીને અંદર ઘુસતો જોઈ શકાય છે ત્યારબાદ તે ધીમે ધીમે આગળ વધે છે અને તેનો પગ ટેબલ સાથે અથડાય છે. ત્યારે ટેબલ પર ભગવાનની એક તસ્વીર હતી તે ધકકો લાગતા નીચે પડી હતી.

- Advertisement -

વીડિયોમાં જોઇ શકાય છે કે ચોરની નજર પડતા જ તે તરત ફોટાને ઉપાડીને તેના સ્થાન પર મુકવા લાગે છે પરંતુ ત્યાર પહેલાં તે ફોટાને ઉપાડીને તેના કપાળ પર લગાવે છે અને પોતાની ભુલ માટે માફી માગે છે જે જોઇને લોકો આ ચોરને સંસ્કારી કહી રહ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular