Tuesday, May 30, 2023
Homeરાષ્ટ્રીયકસ્ટડીમાં રહેલા લોકો મતદાન ન કરી શકે, સુપ્રિમનો ચૂકાદો

કસ્ટડીમાં રહેલા લોકો મતદાન ન કરી શકે, સુપ્રિમનો ચૂકાદો

- Advertisement -

સુપ્રીમ કોર્ટે એક ફેસલામાં જણાવ્યું હતું કે, જેલમાં બંધ કરીકે કાનૂની કસ્ટડીમાં લેવામાં આવેલ લોકો ચૂંટણીમાં મતદાન ન કરી શકે. આમ કહીને સુપ્રીમ કોર્ટે જન પ્રતિનિધિત્વ કાનૂન 1991ની ધારા 62 (5) ને પડકારતી અરજી ફગાવી દીધી હતી.

- Advertisement -

કોર્ટે જણાવ્યું હતું કે, કાનૂનની ધારા 65 (5)ને સુપ્રીમ કોર્ટે બે ફેસલામાં અગાઉ જ માન્ય ઠેરવી છે એટલે તેની ફરીથી તપાસની જરૂર નથી. ધારા 62 (5)માં જોગવાઈ છે કે જો વ્યક્તિ જેલમાં બંધ છે કે કાનૂની રીતે કસ્ટડીમાં લેવામાં આવી છે તો તે ચૂંટણીમાં મતદાન ન કરી શકે. માત્ર એ જ વ્યક્તિ મતદાન કરી શકે છે જે પ્રતિબંધાત્મક કે સુરક્ષાત્મક કાનૂની અંતર્ગત કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટે આ ધારાનો પહેલીવાર 1983માં મહેન્દ્રકુમાર શાસ્ત્રી કેસમાં પરીક્ષણ કર્યું હતું, જેમાં જાણવા મળ્યું હતું કે કાયદાની જોગવાઈ તાર્કીક છે, જનહિતમાં છે અને તેમાં કોઈ મનમાની અને ભેદભાવ નથી.

અરજીમાં કહેવામાં આવ્યું હતું કે વિચારાધીન કેદી કે જેનો દોષ સાબિત જ નથી થયો, તેને વોટના અધિકારથી વંચિત ન રાખી શકાય.

- Advertisement -

આ સ્થિતિમાં આ ધારા ઉચીત નથી, તે અતાર્કીક અને ભેદભાવવાળી છે. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે આ જોગવાઈમાં કોઈ પ્રકારનું તાર્કીક વર્ગીકરણ નથી કરાયું કે ના તો અપરાધની ગંભીરતાના આધાર પર કોઈ વર્ગીકરણ કરાયું છે. વર્ગીકરણની આ ખામી બંધારણની કલમ 14 (કાયદા સમક્ષ બરાબરી)નું ઉલ્લંઘન કરે છે. આ સિવાય વોટના અધિકાર બંધારણના અનુચ્છેદ 326 અંતર્ગત બંધારણીય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular