Sunday, April 11, 2021
Homeરાષ્ટ્રીયમોરના પિંછાની ભારતમાંથી ચીનમાં થાય છે દાણચોરી

મોરના પિંછાની ભારતમાંથી ચીનમાં થાય છે દાણચોરી

કસ્ટમે આવાં 21 લાખ પિંછા ઝડપી લીધાં

- Advertisement -

દેશની સૌથી મોટી તપાસનીશ એજન્સી સીબીઆઇએ મોરના પિંછાની દાણચોરીની તપાસ શરૂ કરી છે. અધિકારીએ ગુરૂવારે જણાવ્યું કે, ભારતથી એક કન્સાઇમેન્ટમાં 21 લાખ પિંછા ભારતથી ચીન મોકલવામાં આવી રહ્યા હતાં. ત્યારે કસ્ટમે દાણચોરીનો આ માલ ઝડપી લીધો છે.

- Advertisement -

આ પિંછાનું વજન 2565 કિલો થયું છે. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં રૂપિયા સવા પાંચ કરોડની કિંમત હોવાનું માનવામાં આવે છે.77 બેગમાં પેક કરાયેલા આ પિંછા અયાઝ અહમદ નામનો શખ્સ ભારતથી ચીન મોકલી રહ્યો હતો. ત્યારે એકસ્પોર્ટ માટેના કન્સાઇમેન્ટ માંથી આ પિંછાઓ ઝડપી લેવામાં આવ્યા છે.

સમગ્ર દેશમાં મોરપિંછની દાણચોરીનું મોટું રેકર્ટ ચાલે છે. સત્તાવાળાઓએ વાઇલ્ડ લાઇફ પ્રોટેકશન એકટ, 1972ની કલમ-1 મૂજબ અયાઝ વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular