Thursday, September 19, 2024
Homeરાજ્યઆવતીકાલની જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ આંશિક રદ્દ

આવતીકાલની જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ આંશિક રદ્દ

- Advertisement -

પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનના વડોદરા-ગૈરતપુર સેક્શનમાં આવેલા કણજરી બોરિયાવી અને ઉત્તરસંડા સ્ટેશન વચ્ચે રેલવેના સ્ટીલ બ્રિજ ના નિર્માણ કાર્ય માટે બ્લોકને કારણે, રાજકોટ ડિવિઝન માં થી પસાર થતી કેટલીક ટ્રેનો ને અસર થશે. ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ 10 માર્ચ, 2024 ના રોજ અમદાવાદ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે. આ રીતે આ ટ્રેન અમદાવાદ-વડોદરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ 10 માર્ચ, 2024 ના રોજ વડોદરાને બદલે અમદાવાદથી ઉપડશે. આ રીતે આ ટ્રેન વડોદરા-અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ટ્રેનના સ્ટોપેજ, રચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો વેબસાઇટwww.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular