Sunday, December 4, 2022
Homeઆંતરરાષ્ટ્રીયયુએન મહાસભામાં ભારતે પાકિસ્તાનને ખેંચી લીધું

યુએન મહાસભામાં ભારતે પાકિસ્તાનને ખેંચી લીધું

પાકિસ્તાને કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો તો ભારતે કહ્યું પહેલાં આતંકવાદ બંધ કરો

- Advertisement -

પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે કહ્યું હતું કે તેઓ પાકિસ્તાન અને ભારત વચ્ચે શાંતિ અને સારો વ્યવહાર ઈચ્છે છે. વાસ્તવમાં પીએમ શાહબાઝ અમેરિકામાં 77માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા સત્રને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે અમે ભારત સહિત અમારા તમામ પાડોશી દેશો સાથે શાંતિ ઈચ્છીએ છીએ, પરંતુ તેમણે આ દરમિયાન કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે દક્ષિણ એશિયામાં સ્થાયી શાંતિ અને સ્થિરતા જમ્મુ-કાશ્મીર વિવાદના ન્યાય તથા કાયમી ઉકેલ પર આધાર રાખે છે.પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે સંયુક્ત રાષ્ટ્રમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે અમે ભારત સહિત અમારા તમામ પડોશીઓ સાથે શાંતિ ઈચ્છીએ છીએ. ભારતે આ બાબતે કરારો જવાબ આપ્યો છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના મિશનના પ્રથમ સચિવ મિજિટો વિનિટોએ જણાવ્યું હતું કે આ ખૂબ જ હેરાન કરનારૂં છે કે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ભારત પર ખોટા આક્ષેપો કરવા માટે આ પ્લેટફોર્મ પસંદ કર્યું. વિનિટોએ કહ્યું હતું કે જ્યારે સરહદ પારનો આતંકવાદ ખતમ થશે ત્યારે જ ચોક્ક્સપણે શાંતિ સ્થપાઈ શકે છે. ભારતીય રાજદ્વારી મિજિટો વિનિટોએ કહ્યું હતું કે ભારત પર ખોટા આરોપો લગાવતાં પહેલાં પાકિસ્તાનને કરેલાં પોતાનાં કૃત્યોની યાદ અપાવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular