Friday, April 16, 2021
Homeરાજ્યજામનગરમહાકાલ સેના દ્વારા 12 જયોતિર્લીંગની ઝાંખીના દર્શન યોજાયા

મહાકાલ સેના દ્વારા 12 જયોતિર્લીંગની ઝાંખીના દર્શન યોજાયા

શિવનૃત્ય, મહાઆરતી તથા પ્રસાદીનો ધર્મપ્રેમી જનતાએ લાભ લીધો

- Advertisement -

છોટીકાશીનું બિરૂદ ધરાવતાં જામનગર શહેરમાં ગઇકાલે મહાશિવરાત્રીની ભકિતભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જામનગર શહેર ગઇકાલે શિવમય બની ગયું હતું. સમગ્ર દિવસ દરમ્યાન શિવભકતો શિવજીની ભકિતમાં તલ્લીન બન્યા હતા. જામનગરમાં ઠેર-ઠેર શિવશોભાયાત્રાનું સ્વાગત કરાયું હતું. આ સાથે વિવિધ આકર્ષક ફલોટ્સ પણ તૈયાર કરાયા હતા. જામનગરના મહાકાલ સેના દ્વારા ગઇકાલે મહાશિવરાત્રીની મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના બ્રુકબ્રોન્ડ ગ્રાઉન્ડ ગાંધીનગર રોડ જામનગર ખાતે આયોજિત મહાશિવરાત્રિ મહોત્સવમાં શિવ ભકતો માટે શિવલીંગ અને 12 જયોતિર્લીંગની ઝાંખી ધરાવતાં શિવલિંગોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત શિવનૃત્ય અને મહાઆરતીનું પણ આયોજન કરાયું હતું. સાંજે 7-00 વાગ્યે શિવનૃત્ય યોજાયા બાદ મહાઆરતી તેમજ પ્રસાદીનું આયોજન કરાયું હતું. જેનું શિવભકતોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં અતિથિવિશેષ તરીકે રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) તથા રાજપૂત કરણી સેના ગુજરાત મહિલા પાંખના પ્રદેશ અધ્યક્ષ રીવાબા રવિન્દ્રસિંહ જાડેજા ઉપસ્થિત રહયા હતા. આ ઉપરાંત આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ ડૉ. વિમલ કગથરા, વોર્ડ નં. રના કોર્પોેરટરો ડિમ્પલબેન રાવલ, જયેન્દ્રસિંહ ઝાલા, જયરાજસિંહ જાડેજા, વોર્ડ નં.3ના કોર્પોરેટર સુભાષભાઇ જોશી, કોર્પોરેટર રચનાબેન નંદાણીયા, આનંદ ગોહિલ, શકિતસિંહ જેઠવા, શહેર કોંગ્રેસ પ્રમુખ વીરેન્દ્રસિંહ જાડેજા, રાજ્યમંત્રી હકુભાના પીએ પ્રવિણસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular