જામનગર શહેરના ખોડિયાર કોલોની વિસ્તારમાં રહેતી તરૂણીએ અગમ્ય કારણોસર અગમ્ય કારણોસર લાકડાની આડીમાં ચુંદડી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરના ખોડિયાર કોલોની વિસ્તારમાં બકાલા માર્કેટ રોડ ઉપર, શિશુ વિહાર હિન્દી સ્કૂલ પાસે રહેતાં અને બકાલુ વેચવાનો વ્યવસાય કરતાં ભરતભાઇ રઘુભાઇ સોઢા નામના પ્રૌઢના પુત્રી નિહારિકાબેન સોઢા (ઉ.વ.17) નામની તરૂણીએ રવિવારે બપોરના સમયે તેના ઘરે રૂમમાં લાકડાની આડીમાં ચુંદડી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. બેશુદ્ધ હાલતમાં તરૂણીને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. જ્યાં તરૂણીનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતકના પિતા ભરતભાઇ દ્વારા જાણ એએસઆઇ એસ. એમ. જાડેજા તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ માટે મોકલી તરૂણીએ કયા કારણોસર આત્મહત્યા કરી તે દિશામાં તપાસ આરંભી હતી.


