Saturday, August 15, 2026
Homeરાજ્યજામનગરજામનગરના જિલ્લા હોમગાર્ડઝ દ્વારા સામાન્ય રીક્ષા ડ્રાઈવરના હસ્તે ધ્વજવંદન - VIDEO

જામનગરના જિલ્લા હોમગાર્ડઝ દ્વારા સામાન્ય રીક્ષા ડ્રાઈવરના હસ્તે ધ્વજવંદન – VIDEO

જામનગરમાં જિલ્લા હોમગાર્ડઝ દ્વારા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમા ધ્વજવંદન કાર્યક્રમમાં સામાન્ય રીક્ષા ડ્રાઇવરના હસ્તે ધ્વજવંદન કરાયું હતું.

- Advertisement -

સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે જામનગર હોમગાર્ડઝ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કોરોના કાળથી સતત અને અવિરત લોકોને અને ખાસ કરીને હોમગાર્ડઝ સભ્યોને તેઓની ફરજ દરમ્યાન સ્વખર્ચે ઠંડાં પાણીની સેવાઓ આપતાં એક સામાન્ય રિક્ષા ડ્રાઈવર હિરેનભાઈ પાલાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યુ હતું. તેઓની સેવાને બિરદાવી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઇ હતી. આ તકે જિલ્લાના સ્ટાફ ઓફિસર લીગલ ઋષિરાજ જેઠવા., સિટી સી યુનિટના હિતેશ જેઠવા, જયેન્દ્ર કણજારિયા, સિટી બી યુનિટના રાજેન્દ્ર ઓઝા, યજ્ઞેશ વ્યાસ, સિટી એ યુનિટના હિમાંશુ પુરોહિત, સુહિત મહેતા તથા વિશાળ સંખ્યામાં હોમગાર્ડઝ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular