Friday, March 29, 2024
Homeરાજ્યજામનગરઆપણી સંસ્કૃત્તિ દિપ પ્રજવલ્લિત કરી વાતાવરણ શુધ્ધ કરે છે : વ્રજરાજકુમાર

આપણી સંસ્કૃત્તિ દિપ પ્રજવલ્લિત કરી વાતાવરણ શુધ્ધ કરે છે : વ્રજરાજકુમાર

શહેરમાં પુષ્ટિ સંપ્રદાયના સૌથી મોટા આંતરરાષ્ટ્રીય સંગઠન વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનની સ્થાનિક શાખાના પદાધિકારીઓનો શપથવિધિ સમારોહ તેમજ ઓક્સિજન પ્લાન્ટ તક્તિ અનાવરણનો દિવ્ય સમારોહ યોજાયો

- Advertisement -

જામનગરમાં પુષ્ટિ સંપ્રદાયના સૌથી મોટા આંતરરાષ્ટ્રિય સંગઠન વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન ટઢઘની જામનગર શાખાના હોદેદારોનો શપથ ગ્રહણ સમારોહ તેમજ ઓક્સિજન પ્લાન્ટના તક્તી અનાવરણ સમારોહ પ્રસંગે વચનામૃત આપતા વીવાયઓના સંસ્થાપક પૂ. વ્રજરાજકુમાર મહોદયે કહયું હતું કે, આપણી સંસ્કૃતિ દિપ પ્રજવલ્લીત કરીને વાતાવરણ શુધ્ધ કરે છે, જયારે પાશ્ર્ચાત્ય પધ્ધતિ મીણબતી સળગાવીને પ્રદુષણ ફેલાવવાનું કરે છે.

આ સમારોહમાં તેઓએ વધુમાં કહયું હતું કે, વિદેશની શાળાઓમાં દિપાવલી કે જન્માષ્ટમી જેવા આપણા મહાન પર્વની ઉજવણી થતી નથી પરંતુ આપણે ત્યાં થર્ટી ફર્સ્ટની ઉજવણી કરીને બાળકોના માથે પાશ્ર્ચાત્ય સંસ્કૃતિનું આક્રમણ કરવામાં આવે છે. આ પિરસ્થિતિમાં બદલાવ લાવવા વીવાયઓ દ્વારા કુમળા બાળકો તેમજ યુવા પેઢીમાં ભારતીય સંસ્કૃતિનું જ્ઞાન વધે અને તેનું મહત્વ સમજે તે દિશામાં પ્રયત્નો-પ્રકલ્પો કરવામાં આવી રહ્યા છે.
વીવાયઓએ પુષ્ટિ સંપ્રદાયની સૌથી મોટી આંતરરાષ્ટ્રીય સંસ્થા હોવાનું જણાવતાં પૂ.એ ઉમેર્યું હતું કે ભારત ઉપરાંત યુ.એસ.એ., કેનેડા, સીંગાપોર, યુ.કે., બહેરીન, યુરોપ, ઓસ્ટ્રેલિયા અને આફ્રીકા જેવા દેશભરમાં પણ આ સંગઠન કાર્યરત બન્યું છે અને તેના નેજા હેઠળ માનવ સમાજની સેવા પ્રવૃતિઓ વિશાળ ફલક પર ચલાવાશે જન જન સુધી તેનો લાભ પહોંચે તે માટે સંસ્થાના નાના-મોટા કાર્યકરોને સતત પ્રવૃત રહેવું પડશે.

જામનગરમાં વીવાયઓની મુખ્ય શાખા નવનિર્વાચિત અધ્યક્ષા યુવા ઉધોગપતિ જીતુભાઈ લાલના માર્ગદર્શન હેઠળ સ્થાપિત કરવામાં આવી છે. જયારે સંસ્થાની મહિલા પાંખ આરતીબેન હિરપરાની આગેવાનીમાં તેમજ યુવા પાંખ યુવા એડવોકેટ ભાવીન ભોજાણીના પ્રમુખપદ હેઠળ કાર્યરત કરવામાં આવી છે. આ ત્રણેય પાંખના હોદેદારો-કારોબારી સભ્યોને સેવા પ્રવૃતિ સાથે રાષ્ટ્રભાવના કેળવવાના કાર્યમાં જોડાવવાની શીખ પૂ.એ શપથ લેવડાવતા આપી હતી.

દેશમાં વર્ષ ર009થી કાર્યરત બનેલા આ સંગઠન વીવાયઓની પ્રવૃતિના પાયા જામનગરમાં પાંચ વર્ષ પહેલા પહેલા શ્રીનાથજીના કથામૃતથી નખાયા હતાં. આ સંસ્થા ધર્મ અને સંસ્કૃતિની પ્રવૃતિ કરવા સાથે માનવ સેવા, સામાજીક ઉતરાદાયિત્વના કાર્યો, પર્યાવરણ સરંક્ષાણ, આરોગ્ય તેમજ શિક્ષણ ક્ષોત્રની પ્રવૃતિ માટે વિવિધ પ્રકલ્પ પર કાર્ય કરી ચુકી છે. જેમાં તાજેતરમાં કોરોના કાળ દરમ્યાન ર9 ઓક્સિજન પ્લાન્ટ ફક્ત ર4 દિવસમાં જુદા-જુદા શહેરો- ગામડાઓમાં સ્થાપિત કરવા ઉપરાંત વરસાદી પાણીને બચાવવા માટે રેઈન વોટર હાર્વેસ્ટીંગ અભિયાન તેમજ ભારતીય સંસ્કૃતિ સંરક્ષ્ાણ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે.

આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 71માં જન્મદિન અવસરે દેશભરમાં 1 લાખ પ્રજ્ઞાચક્ષ્ાુઓને સ્માર્ટ સ્ટીક આપવાનું અભિયાન પણ ગતિપૂર્વક ચાલી રહયું છે. વધુમાં સંસ્થાની પંચામૃત યોજના હેઠળ ગોલખ પ્રકલ્પ દરેક વૈષ્ણવ પિરવાર સુધી પહોંચાડીને સંસ્થા દ્વારા ચલાવાતી ધાર્મિક, સામાજીક, શૈક્ષણીક, પર્યાવરણિય તેમજ જનસેવાની વિવિધ પ્રવૃતિમાં ફુલ નહી તો ફુલની પાંખડીરૂપે અદનો વૈષ્ણવ પિરવાર પણ પોતાનું યોગદાન આપી શકે તે માટે સુનિશ્ર્ચિત આયોજન કરવામાં આવી રહ્યું છે.

આ સમારોહમાં ઉપસ્થિત મેયર બીનાબેન કોઠારીએ પ્રાસંગીક પ્રવચન કરતા કહયું હતું કે, કોરોનાકાળમાં આ સંસ્થા વીવાયઓએ ર9 ઓક્સિજન પ્લાન્ટની જે સેવા આપી છે તે જ રીતે સૌના સહકાથી આપણે કોરોનાની પહેલી અને બીજી લહેર સામે લડીને બહાર નીકળી શક્યા છીએ. ત્યારે ત્રીજી લહેર આવે નહી તે માટે સૌ જાગૃત રહીને સહિયાર પ્રયાસ કરીએ આવશ્યક છે.

આ સંસ્થાના વિદેશ સ્થિત સખાવતી પ્રદિપભાઈ ધામેચાએ પ્રસંગોચીત પ્રતિભાવ આપતા કહયું હતું કે પૂ.ના આર્શીવાદથી મારો પિરવાર સંપતિનો સત્કાર્ય માટે ઉપયોગ કરી રહ્યો છે, યુ.કે.(લંડન) રહું છું પણ જામનગર મારૂ બીજું રહેઠાણ છે.

આ અવસરે સ્વાગત પ્રવચન વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશનની જામનગર શાખાના યુવા પ્રમુખ જીતુભાઈ લાલે કરતા કહ્યું કે પૂ.ના માર્ગદર્શન અને આર્શીવાદ સાથે આ સંસ્થા જામનગરમાં સતત કાર્યશીલ રહેશે. શહેરના ટાઉનહોલમાં યોજાયેલા આ સમારોહ પૂર્વે નાથજીની ઝાંખીનો કાર્યકમ માધવ ઈવેન્ટસના સથવારે વૈષ્ણવજનોએ માણ્યો હતો.

આ સમારોહમાં શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા, સ્ટે.કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, સતવારા સમાજના પ્રમુખ ભનુભાઈ ચૌહાણ, સોની સમાજના પ્રમુખ ધીરેનભાઈ મોનાણી, સર્મપણ ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી વસ્તાભાઈ કેશવાલા, કાલાવડના સામાજીક અગ્રણી જમનભાઈ તારપરા, વીવાયઓના મેનેજીંગ ટ્રસ્ટી અશોકભાઈ શાહ તથા પ્રભારી અરજણભાઈ સોજીત્રા, મ઼નપા શાસક જુથના નેતા કુસુમબેન પંડયા, શહેર ભાજપના મહામંત્રીઓ પ્રકાશભાઈ બાંભણીયા તથા વિજયસિંહ જેઠવા, સાંસદ પૂનમબેન માડમના પ્રતિનિધી સુરેશભાઈ રાચ્છ વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં. સમારંભનું સંચાલન સંસ્થાના સેક્રેટરી ભરતભાઈ કાનાબાર તથા એડમીન સેક્રેટરી આર.પી. ઘાડીયાએ ર્ક્યુ હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular