Sunday, October 1, 2023
Homeરાષ્ટ્રીયએડવાન્સ ટેકસ ઓછો ભરનાર પાંચ લાખ કરદાતાઓને નોટિસ

એડવાન્સ ટેકસ ઓછો ભરનાર પાંચ લાખ કરદાતાઓને નોટિસ

- Advertisement -

કરચોરી કે ઓછી આવક દર્શાવવા મામલે આવકવેરા વિભાગ દ્વારા અપાતી ધડાધડ નોટીસો બાદ હવે એડવાન્સ ટેકસ ઓછો ભરવા મામલે 5 લાખ જેટલી નોટીસો ઈસ્યુ કરાતા વેપાર-ઉદ્યોગકારોમાં ફફડાટ સર્જાયો છે. આવકવેરા ખાતાનાં સુત્રોએ કહ્યું કે, ભુતકાળની સરખામણીએ શુન્ય કે ઓછો એડવાન્સ ટેકસ ભરનારા 5 લાખ જેટલા કરદાતાઓને એપ્રિલથી ઓગસ્ટ દરમ્યાન નોટીસો ફટકારવામાં આવી છે. આવકવેરા વિભાગનાં આંકડાકીય વિશ્લેષણમાં એવુ બહાર આવ્યુ છે કે, પાંચ લાખમાંથી અઢી લાખ કરદાતાઓની આવકમાં તો નોંધપાત્ર વૃદ્ધિ હતી એટલુ જ નહિં મોટી રકમની વિવિધ ખરીદી પણ કરી હતી છતાં એડવાન્સ ટેકસ ઓછો ભર્યો હતો. ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ ત્રિમાસીક ગાળામાં એવા સેંકડો કેસો માલુમ પડયા હતા. જેમાં કરદાતાઓએ વિવિધ ખરીદી પાછળ જંગી ખર્ચ કર્યો હતો.પરંતુ ટેકસ ભર્યો ન હતો. મીસ મેચ થવાને પગલે નોટીસો ફટકારવામાં આવી છે. આવકવેરા વિભાગે 15 સપ્ટેમ્બરે એડવાન્સ ટેકસનો બીજો હપ્તો ચુકવવાની તારીખ પૂર્વે જ આ કામગીરી કરી છે.સુત્રોએ કહ્યું કે છેલ્લા 3-4 વર્ષથી વધુને વધુ ક્રદાતાઓ એડવાન્સ ટેકસ ચુકવવામાંથી છટકવા લાગ્યા હતા. એડવાન્સ ટેકસ કરદાતાની સંભવીત આવકના અંદાજ પ્રમાણે જુન, સપ્ટેમ્બર, ડીસેમ્બર અને માર્ચ એમ ચાર હપ્તામાં ચુકવવાનો હોય છે.જુનમાં 15 ટકા, સપ્ટેમ્બરમાં 45 ટકા, ડીસેમ્બરમાં 75 ટકા તથા માર્ચ સુધીમાં ટેકસનું ફુલ પેમેન્ટ કરવાનું હોય છે. સુત્રોએ કહ્યું કે એપ્રિલથી જુલાઈનાં ગાળામાં ગ્રોસ ટેકસ આવકમાં વાર્ષિક ધોરણે માત્ર 2.8 ટકાની વૃધ્ધિ માલુમ પડી હતી. નેટ આવક તો 13 ટકાનો ઘટાડો સુચવતી હતી. જેને પગલે છટકબારી દુર કરવા તથા એડવાન્સ ટેકસ પેમેન્ટમાંથી છટકવાનાં ટ્રેન્ડને રોકવા માટે સરકાર કડક થઈ છે. કેન્દ્રીય સીધા કરવેરા બોડીનાં સુત્રોએ કહ્યું કે જંગી-મોટી ખરીદી કરવા છતાં એડવાન્સ ટેકસ નહિં ભરનારા કરદાતાઓનાં રીટર્નની ચકાસણીમાં મીસમેચ ખુલતા આ કડક કાર્યવાહી કરવામાં આવી છે. છેલ્લા ચારેક વર્ષથી એડવાન્સ ટેકસથી ભરવા કે ઓછા ભરવાનો ટ્ેંરડ સતત વધતો રહ્યો છે. 2019-20 મં એડવાન્સ ટેકસ ભરવામાંથી છટકનારા પાંચ લાખને નોટીસ ફટકારવામાં આવી હતી. 2020-21 માં આ સંખ્યા 7 થી 10 લાખ થઈ હતી. 2021-22 માં 15 થી 17 લાખ તથા 2022-23 માં 25 લાખ પર પહોંચી હતી આ ટ્રેંડને ડામી દેવા આ વર્ષે ત્યારથી જ પાંચ લાખ કરદાતાઓને નોટીસ ફટકારી દેવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular