Saturday, April 20, 2024
Homeઆંતરરાષ્ટ્રીયઉ.કોરિયાનું એક મહિનામાં સાતમું મિસાઇલ પરિક્ષણ

ઉ.કોરિયાનું એક મહિનામાં સાતમું મિસાઇલ પરિક્ષણ

- Advertisement -

ઉત્તર કોરિયાએ ફરી એકવાર બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું છે. દક્ષિણ કોરિયાની સેનાનું કહેવું છે કે કિમ જોંગ-ઉનના દેશે તેના પૂર્વ કિનારેથી સમુદ્ર તરફ બેલેસ્ટિક મિસાઈલ ઝિંકી છે. જો કે સિયોલના જોઈન્ટ ચીફ ઑફ સ્ટાફે સોમવારે તરત એ માહિતી ન આપી કે આ મિસાઈલ કેટલા અંતરની હતી અને તે ક્યાં જઈને પડી હતી . જોકે આ સતત થઈ રહેલા મિસાઈલ પરીક્ષણ અમેરિકા અને દ.કોરિયા માટે કોઈ સંકેત માનવામાં આવી રહ્યા છે. ઉ.કોરિયા અમેરિકા અને દ.કોરિયા વચ્ચે થઈ રહેલી સૈન્ય કવાયતોને લઈને ખિજાયેલું છે.

- Advertisement -

ઉત્તર કોરિયા દ્વારા આ મહિને સાતમું પરીક્ષણ હતું. અમેરિકા-દક્ષિણ કોરિયાના સૈન્ય અભ્યાસ વચ્ચે ઉત્તર કોરિયાએ તેના સૈન્ય પ્રદર્શનમાં વધારો કર્યો છે. અમેરિકા અને દક્ષિણ કોરિયાએ ગયા અઠવાડિયે જ 11 દિવસની કવાયત પૂર્ણ કરી છે, જેમાં વર્ષોમાં તેમની સૌથી મોટી ક્ષેત્રિય તાલીમ શામેલ છે. બીજી તરફ, ઉત્તર કોરિયા તેની પરીક્ષણ પ્રવૃત્તિઓને વધુ વેગ આપવા માટે કામ કરી શકે છે. કારણ કે અમેરિકા આગામી દિવસોમાં સંયુક્ત યુદ્ધ કવાયતના બીજા રાઉન્ડ માટે દક્ષિણ કોરિયામાં એરક્રાફ્ટ કેરિયર મોકલવાની યોજના બનાવી રહ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular