ભારતીય શેર બજારમાં નેશનલ સ્ટોક એકસચેન્જના સુચકઆંક નિફટીએ આજે મંગળવારે 23,000 નું મહત્વનું લેવલ તોડીને મંદી ઘેરાવાના સંકેત આપ્યા છે. બજારમાં આજે 1.60 ટકાનો કડાકો બોલી ગયો હતો. જેને કારણે માત્ર એક જ સેશનમાં રોકાણકારોનો સાત લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થઈ ગયું હતું.
ટ્રમ્પની શપથવિધિ બાદ આજે મંગળવારે ભારતીય શેર બજારની શરૂઆતમાં તેજી સાથે થઈ હતી. નિફટી 23,400 ના લેવલને વટાવવામાં સફળ થયો હતો. પરંતુ, આ લેવલ ઉપર લાંબો સમય ટકી ન શકયો હતો. પરિણામે વેચવાલીના દબાણ હેઠળ નિફટીએ બજાર બંધ થતા સુધીમાં 23,000 નું લેવલ પણ તોડી નાખ્યું હતું. જેને કારણે આગામી દિવસોમાં વધુ ઘટાડાની સંભાવનાઓ બળવતર બની છે. 23,000 ના મહત્વપૂર્ણ સપોર્ટને બે્રક કરતા આગામી દિવસોમાં િફટી 22,800થી 22,600 સુધીના નીચા લેવલ સુધી સરકી શકે છે. માર્કેટ નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર આજનું બ્રેકડાઉન આગામી તબક્કાના ઘટાડાનો પ્રારંભ સુચવે છે. બજેટ પહેલાં ભારતીય બજાર એક વચગાળાનું તળિયુ બનાવી શકે છે. જ્યારે મહિના અંત ભાગમાં શોર્ટકવરીંગ પ્રી બજેટ રેલીનો ઉછાળો આવી શકે છે. બજેટ બાદ બજારમાં કોઇ ચોક્કસ ટે્રન્ડ જોવા મળી શકે છે.
ડિસક્લેમર: ‘ખબર ગુજરાત’માત્ર માહિતીના હેતુઓ માટે જ શેરબજારના સમાચાર પ્રદાન કરે છે અને તેને રોકાણની સલાહ તરીકે ન ગણી શકાય. વાચકોને કોઈપણ રોકાણના નિર્ણયો લેતા પહેલા યોગ્ય નાણાકીય સલાહકારની સલાહ લેવા પ્રોત્સાહિત કરવામાં આવે છે.